Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સરયુબેન ચંદ્રકાંતભાઇ શેઠની પ્રાર્થનાસભા રાજયપાલ વજુભાઇ વાળાએ શ્રધ્ધાંજલી અર્પી

ધર્માનુરાગી સરયૂબેન ચંદ્રકાંતભાઈ શેઠનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ. આજે સરયુબેનની પ્રાર્થના સભામાં કર્ણાટકના ગર્વનર વજુભાઇ વાળા, અંજલીબેન રૂપાણી, ધનસુખભાઈ ભંડેરી, નિતીનભાઈ ભારદ્વાજ, મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી, ઈશ્વરભાઈ દોશી, સુરેશભાઇ કામદાર, અજરામર સંપ્રદાયના અગ્રણી ભરતભાઈ ડેલીવાળા, રાજકોટના જૈન અગ્રણી પ્રતાપભાઈ વોરા, ડોલરભાઈ કોઠારી, ઉપેનભાઈ મોદી, મયુરભાઈ શાહ, સુશીલભાઈ ગોડા, કમલેશભાઈ શાહ, જેનિશભાઈ અજમેરા, દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ, તથા મુંબઇ મહાસંઘના મુકેશભાઈ કામદાર વિગેરે ઉપસ્થિત શ્રધ્ધાંજલિ પાઠવેલ. ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સાહેબ, ડુંગર દરબારના મહાસતિજીઓ ઉપસ્થિત રહી ધર્મ સંદેશ પાઠવેલ હતો. રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિ મ.સા. એ મોકલાવેલ ધર્મ સંદેશ નું પઠન કરવામાં આવેલ.

(3:38 pm IST)