Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સમસ્ત બ્રહ્મસમાજનો જીવનસાથી પસંદગી મેળો

ઓમ માનવ કલ્યાણ ચેરી. ટ્રસ્ટ દ્વારા જાન્યુઆરીમાં આયોજન : નામ નોંધણી

રાજકોટ, તા. ૨૦ : શ્રી ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા નવ વર્ષથી બ્રાહ્મણ યુવક - યુવતીઓ માટે સમગ્ર બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલનો યોજી સુયોગ્ય પાત્ર ચયનમાં માતા-પિતાને સમગ્ર બ્રહ્મપરિવારોને સહાયભૂત બની રહ્યુ છે. નવ વર્ષની સફળતા બાદ આગામી દસમાં પરિચય સંમેલનનું ટ્રસ્ટ દ્વારા આયોજન હાથ ધરાયુ છે. ટ્રસ્ટ મંડળના અધ્યક્ષ આચાર્ય ઘનશ્યામજી મહારાજ ભુવનેશ્વરી પીઠની નિશ્રામાં દશાબ્દિ વર્ષ નિમિતે આયોજન સમિતિનું ગઠન કરવામાં આવેલ છે. કાર્યક્રમના પ્રમુખ શ્રી જગદીશભાઈ ત્રિવેદી અને કન્વીનર શ્રી મધુકરભાઈ ખીરાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે સમગ્ર બ્રાહ્મણ સમાજના યુવક - યુવતીઓને  સુપાત્રની પસંદગી માટે આગામી પાંચમી જાન્યુઆરી ૨૦૨૦ને રવિવારે રેડક્રોસ હોલ, કુંડલીયા કોલેજ કેમ્પસ, શાસ્ત્રી મેદાન સામે, દસમો સમગ્ર બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન કરાયુ છે.

કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા કન્વીનર મધુકરભાઈ ખીરા, પ્રમુખ જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે નહિં નફો નહિ નુકશાનના ધોરણે આયોજીત આ સંમેલનના ફોર્મ વિતરણની કામગીરી શરૂ થઈ ગઈ છે. અંદાજે ૭૦૦/૮૦૦ ઉમેદવારો આ સંમેલનમાં ભાગ લેશે તેમ જણાવાયુ હતું.

જર્નાદનભાઈ આચાર્યએ જણાવ્યુ હતું કે આપણા સમાજ અને પરિવાર જ્ઞાતિ સાથોસાથ આપણી સંસ્કૃતિને એક તાંતણે બાંધી રાખવામાં લગ્ન એક પવિત્ર પાવન સુત્ર બની રહે છે. સ્ટેજ શોથી શરમાતા યુવા વર્ગની લાગણી જાણી સમગ્ર કાર્યક્રમ હાઈટેક બનાવેલ હોય અલગ અલગ રૂમમાં યુવક - યુવતીઓ કેમેરાની સામે પોતાનો પરિચય આપતા હોય સંકોચ શરમનો છેદ ઉડી જાય છે.

શ્રી અરૂણભાઈ જોષી, લલીતભાઈ જાની તેમજ મહેન્દ્રભાઈ ઉપાધ્યાયએ આ અંગે જણાવ્યુ હતું કે સંમેલન માટે ફોર્મ સ્વીકારવાની તા.૧ ડિસેમ્બરના રાખવામાં આવી છે.

ટ્રસ્ટી મંડળ આ કાર્યક્રમ સંદર્ભે સલાહકાર પરામર્શ સમિતિ, કાર્યવાહક સમિતિ સહિત વિવિધ કમીટીઓની વરણી કરવામાં આવી છે. જેમાં ૨૦૦ કરતા વધારે સ્વયંસેવક ભાઈ - બહેનો સેવારત બન્યા છે. કાર્યક્રમનો લાભ લેવા કાર્યાલય - 'કમલકાંત ભુવન', ૬-૧૧ જાગનાથ પ્લોટ, રાજકોટ - ફોન (૦૨૮૧) ૨૪૬૩૯૩૬, જે.પી. ત્રિવેદી (મો.૯૪૨૬૬ ૩૦૩૨૩), મધુકરભાઈ ખીરા (મો.૯૭૨૬૧ ૪૯૫૪૮), પ્રવિણભાઈ જોષી (મો.૯૮૨૫૮ ૨૭૯૨૦), જનાર્દનભાઈ આચાર્ય (મો.૯૮૨૪૨ ૧૪૦૨૧) ઉપર સંપર્ક સાધવા જણાવ્યુ છે.

કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના પ્રવિણભાઈ જોષી, પંકજભાઈ રાવલ, જનાર્દનભાઈ આચાર્ય, મધુકરભાઈ ખીરા, લલીતભાઈ જાની, જગદીશભાઈ પી. ત્રિવેદી, અરૂણભાઈ એન. જોષી, મહેન્દ્રભાઈ ઉપાધ્યાય, કે.ડી.ત્રિવેદી, બાલેન્દ્ર શેખર જાની તથા આયોજન સમિતિના સભ્યો સુરેશભાઈ મહેતા, કમલેશભાઈ જોષી, યોગેશભાઈ ભટ્ટ, લલીતભાઈ ઉપાધ્યાય, જગદીશભાઈ જે. ત્રિવેદી, સુરેશભાઈ રાવલ, ધર્મેશભાઈ પંડ્યા વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ ત્રિવેદી પ્રમુખ, કન્વીનર મધુકરભાઈ ખીરા, મહામંત્રી જનાર્દન આચાર્ય, મંત્રી મહેન્દ્રભાઈ ઉપાધ્યાય, ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણભાઈ જોષી, લલીતભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ મહેતા, યોગેશભાઈ ભટ્ટ, કમલેશભાઈ જોષી, જગદીશભાઈ જે. ત્રિવેદી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:30 pm IST)