Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

તને રિક્ષાને રેસનો બહુ શોખ છે?...કહી પ્રકાશને રાજૂએ રિક્ષામાં લઇ જઇ ધોકાવ્યો

રાજકોટ તા. ૨૦: કાલાવડ રોડ પર  એ. જી. ચોક પાસે ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતો પ્રકાશ નટુભાઇ રાઠોડ (ઉ.૨૧) ઘર નજીક હતો ત્યારે રાજુ સોલંકીએ પોતાની સીએનજી રિક્ષામાં બેસાડી પુષ્કરધામ ચોકમાં લઇ જઇ ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પ્રકાશે પોલીસને જણાવ્યું હતું કે પોતે રિક્ષા ચાલક છે અને રાજૂ પણ રિક્ષા હંકારે છે. સાઇડ કાપવા બાબતે મનદુઃખ થતાં રાજુએ આવી  'તને રેસ કરવાનો બહુ શોખ છે?' તેમ કહી રિક્ષામાં બેસાડી પુષ્કરધામ ચોકમાં લઇ જઇ મારકુટ કરી હતી.

(1:15 pm IST)