Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

પડધરી પાસે ર૮૪ બોટલ દારૂ પકડાયો : આર.આર. સેલનો દરોડો

ઓરડીમાંથી દારૂનો જથ્થો મળ્યો : કારખાનેદાર સહિત બે છૂ..

રાજકોટ, તા. ર૦ : પડધરી નજીક કારખાનાની ઓરડીમાં આર.આર. સેલે દરોડો પાડી ર૮૪ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જોકે, કારખાનેદાર સહિત બે શખ્સો નાસી છૂટયા હતાં.

રાજકોટ રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબૂદ કરવા માટે રેન્જના ડીઆઇજી સંદીપ સિંહે આર.આર. સેલના પો.સ.ઇ. એમ.પી. વાળાને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના માણસોને હકીકત મળેલ કે પડધરી પો.સ્ટે. વિસ્તારની જી.આઇ.ડી.સી.માં આવેલ ખાનભાઇ રે. પડધરી વાળો પોતાના કારખાનાની ઓરડીમાં સુભાષ યાદવ રે. રાજકોટ મુળ-યુ.પી. વાળા મારફતે ઇંગ્લીશ દારૂ મંગાવી સંગ્રહ કરી વેચાણ કરે છે જેથી તુરંત જ સ્ટાફના કુલદીપસિંહ ચુડાસમા, શકિતસિંહ ઝાલા તથા શિવરાજભાઇ ખાચર હકીકત વાળી જીઆઇડીસીની ઓરડી ચેક કરતા ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-ર૮૪ કિ.રૂ. ૯૧,૮૪૦/-નો મુદામાલ મળી આવેલ તથા કારખાનેદાર ખાનભાઇ રે. પડધરી તથા સુભાષ યાદવ રે. રાજકોટ મુળ-યુ.પી. વાળાઓ હાજર મળી આવેલ ન હોય બન્ને વિરૂદ્ધ પડધરી પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ છે.

(4:03 pm IST)