Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

રૂ. ૪ લાખ ૧૯ હજાર નો ચેક પાછો ફરતાં કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા ૨૦ : રાજકોટના કારખાનાના માલીક સામ ેતેના મીત્ર એ રૂ.૪,૧૯,પ૦૦/- નો ચેક પરત ફરતા ફરિયાદ કરેલ છે.

કેસની હકીકત એવી છે કે, રાજકોટ ના રહીશ ભાવેશભાઇ દેવજીભાઇ બોરીસાગર, રહે. ૩ ગોવિંદનગર, કોઠારીયા રોડ, શાંતેશ્વર મંદિરની બાજુમાં '' શીવમ'', રાજકોટ તથા આ કામના ત્હોમતદાર દીનેશભાઇ ભનાભાઇ ગરસર, ઠે. ૭/૧૦, સોરઠીયાવાડી, વીરાટ  સેલ્સની બાજુમાં, ગણેશ ફર્નીચર ની સામે રાજકોટ ના સારા મીત્રો છે અને આ કામના ત્હોમતદાર કારખાનું ધરાવે છે. આ કામના ત્હોમતદાર ને અંગત આર્થીક તેમજ ધંધાકીય જરૂરીયાત હોવાથી આ કામના ફરીયાદી ભાવેશભાઇ દેવજીભાઇ બોરીસાગર પાસેથીમિત્રતા ના સબંધના દાવે રૂ.૪,૧૯,૫૦૦/- અંકે રૂપિયા ચાર લાખ ઓગણીસ હજાર પાંચસો પુરા ત્રણ વર્ષ માટે હાથ ઉછીના લીધેલ જે રકમ ફરીયાદી એ તેમની પાસે રહેલ બચત માંથી રોકડા આ કામ ના ત્હોમતદાર ને આપેલ હતા.

આ કામના ફરીયાદીએ આ કામના ત્હોમતદાર પાસે હાથ ઉછીની લેણી રકમની સમય પુરો થતા ઉઘરાણી કરતા આ કામના ત્હોમતદારે ફરીયાદી પાસેથી લીધેલ હાથ ઉછીની લેણી રકમ પરત ચુકવવા માટે રૂા ૪,૧૯,૫૦૦/- અંકે રૂપિયા ચાર લાખ ઓગણીસ હજાર પાંચસો પુરાનો ચેક એચડીએફસી બેંક, ભકિતનગર સર્કલ, ભકિતનગર કો.ઓ.હા. સો. લી., ૮૦ ફૂટ રોડ કોર્નર, રાજકોટ નો ત્હોમતદાર ના બેંક ખાતાનો ફરીયાદી જોગનો આપેલ તે ચેક ફરીયાદીએ તેના બેંક ખાતામાં જમા કરાવતા ત્હોમતદાર દીનેશભાઇ ભનાભાઇ ગરસર આપેલ ચેક તેમની બેંક તરફથી '' એકાઉન્ટ કલોઝ'' ના શેરા સાથે સ્વીકારાયા વગર પાછો ફરેલ, ચેક પરત ફરતા આ કામના ફરીયાદી ભાવેશભાઇ દેવજીભાઇ બોરીસાગરે તેમના મીત્ર ત્હોમતદાર દીનેશભાઇ ભનાભાઇ ગરસર વીરૂધ્ધ રૂ. ૪,૧૯,૫૦૦/- નો ચેક પાછો ફરતા કોર્ટ માં કેસ દાખલ કરેલ છે.

આ કામના ફરીયાદીના એડવોકેટ તરીકે અરવિંદભાઇ રામાવત તથા રાજુભાઇ દુધરેજીયા તથા અશ્વિનભાઇ રામાવત રોકાયેલા છે.

(3:59 pm IST)