Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

આ ૧૧ ખાદ્ય ચીજો તમારા શરીરની રોગ પ્રતિકારક શકિત અચુક વધારે છે

રોગ પ્રતિકારક શકિત વધારતા ૧૧ ખાદ્ય પદાર્થો

વિટામીન સી હંમેશા એક માન્યતા પ્રાપ્ત ખાદ્ય છે એટલે આ લીસ્ટમાં તેનો સમાવેશ ચોક્કસ થવાનો જ. વિટામીન સી શરીરમાં એન્ટી ઓકસીડન્ટ તરીકે કામ કરે છે. જેનો અર્થ એવો થાય છે કે તે શરીરના સેલને નુકસાનીથી બચાવે છે. વિટામીન સી લેવાથી શરીરમાં લોહતત્વ સારી રીતે શોષાય છે. રોગ પ્રતિકારક શકિત બરાબર કામ કરે તે માટે લોહતત્વ બહું અગત્યનું ગણવામાં આવે છે.

જો કે વધુ વિટામીન સી ધરાવતા ખાદ્ય પદાર્થો પણ ફલુને રોકી નથી શકતા પણ તેની શકયતાઓ ઘટાડવામાં મદદ કરે છે. ચેપ સામે લડવા અને રોગપ્રતિકારક શકિતને મજબુત કરવા માટેના સારા ખાદ્ય પદાર્થોમાંથી ૧૧ પદાર્થો આ પ્રમાણે છે.

(૧) કેપ્સીકમ (ઘોલર મરચા) :  તેમાં રહેલું કેપ્સાઇસીન આર્થરાઇટીસના લક્ષણો ઓછા કરવામાં મદદરૂપ થાય છે. અને ચયાપચયની ક્રિયામાં બહુ ઉપયોગી છે.

(ર) લીંબુ :  તેમાં ભરપુર માત્રામાં વિટામીન સી હોય છે. જે કેન્સરના કોષોને મારવાનું કાર્ય કરે છે. ખોરાકમાં લીંબુનો રસ રોજ લેવાથી શરદી અને બીજા ચેપથી રક્ષણ મળે છે.

(૩) સફરજન : તેમાં ખુબ જ ફાઇબર હોય છે. ૨૦૧૫ના એક અભ્યાસ અનુસાર રોજ એક સફરજન ખાનારને ઓછી દવાઓ ખાવી પડે છે અને રેગ્યુલર સફરજન ખાનારને અસ્થમા થવાની શકયતાઓ ઘટે છે.

(૪) ચીકન સુપ : તે શરદીને સહન કરવામાં મદદરૂપ થાય છે કારણ કે ગરમ સુપ નાકની લીંટને પાતળી બનાવે છે. જેના લીધે તેને સહેલાઇથી સાફ કરી શકાય છે. આ સુપમાં હાઇડ્રેટ હોય છે, જયારે બિમાર હોય ત્યારે ખોરાકના બદલે આ ઉપયોગી થઇ શકે છે.

(પ) લસણ : લસણની ગંધ તેના ફાયદાઓને સંતાડી રાખે છે. આ ગંધનું મુખ્ય કારણ તેમાં રહેલ સલ્ફર અને એલીસીન છે. વૈજ્ઞાનિકો માને છે એલીસીન ચેપ સાથે જોડાયેલા દ્રવ્યોને રોકવાનું કાર્ય કરે છે. શરદીમાં સીધું લસણ ચાવવાથી ફાયદો થાય છે તેમ પણ કેટલાક અભ્યાસનું તારણ છે. અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે લસણ ખાવાથી પેટ, અન્નનળી અને આંતરડાના કેન્સર થવાની શકયતાઓ ઘટે છે.

(૬) દ્રાક્ષ : એક દ્રાક્ષમાં આપણી વીટામીનસી ની રોજીંદી જરૂરીયાતના ૬૦ ટકા મળી જાય છે. દ્રાક્ષ ખાવાથી આપણા શરીરમાં લોહ તત્વો શોષવામાં મદદ મળે છે. જે લોકો નિયમીત રીતે દ્રાક્ષ અથવા વીટામીન સી ધરાવતા પદાર્થો ખાય છે તેને થતી શરદીનો ગાળો ઘટે છે અને શરદીના લક્ષણો હળવા હોય છે.

(૭) આદુ : આદુ ઘણીવાર ઉલ્ટી કે ઉબકા વખતે સુચવવામાં આવે છે અને તેમાં મોટા પ્રમાણમાં એન્ટી ઓક્ષીડન્ટ અને  દાહ પ્રતિરોધક ચીજો હોય છે. હમણાં થયેલા રીવ્યુ અનુસાર આદુ મોટાપા, હૃદયરોગ અને મધુપ્રમેહમાં ફાયદાકારક છે. તેમાં રોગ પ્રતિકારક શકિત વધારતા બીટા-કેરોટીન  અને કેપ્સાઇસીન તત્વો ભરપુર માત્રામાં હોય છે.

(૮) ઋષીના પાંદડાઃ ઋષીના પાંદડા ગળાની બળતરા, કફ અને શરદી માટેની બહુ જુની ઘરગથ્થુ દવા છે. તેને ચામાં ઉકાળીને પણ પી શકાય છે. (ઋષીના પાંદડાનો અર્થ અજાણ્યો છે, આ નામનો કોઇ છોડ છે)

(૯) કેમોલી : કેમોલીના સુકાયેલ ફુલ સદીઓથી પેટના દુખાવામાં વપરાય છે. કેમલીના ફુલમાં ફલેવોનોઇડસ હોય છે જે બળતરા અને દુખાવાને ઓછો કરે છે.

(૧૦) વરીયાળીઃ વરીયાળીમાં પોટેશ્યમ હોય છે જે આપણા શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખે છે. અને ડીહાઇડ્રેશન નથી થવા દેતું તેમાં રહેલા તત્વો છાતીમાં રહેલા કફને ઢીલો પાડે છે અને ગળાની બળતરા ઘટાડે છે.

(૧૧) કરમદા : તેમાં રહેલા તત્વો રોગપ્રતિકારક શકિત વધારે છે. અને હદયરોગનું જોખમ ઘટાડે છે.(''ટાઇમ્સ હેલ્થ''ના સહયોગથી)(૧.૨૦)

(3:07 pm IST)
  • ગૃહનું સત્ર પૂર્ણ થતા જ ખેડૂતોને સરકાર પાસે રાહતની આશા સરકાર ટેકાના ભાવની ખરીદી કે ખેડૂતોના દેવા મુદ્દે જાહેરાત કરે તેના પર નજર access_time 3:19 pm IST

  • સેંકડો પીએસઆઈને રાહત : હવે ઈન્સપેકટરના પ્રમોશન મેળવી શકશે : રાજયના સેંકડો પોલીસ સબ ઈન્સ્પેકટરોને હાઈકોર્ટે મોટી રાહત આપી : પ્રમોશન આપવા ઉપર મૂકેલો સ્ટે હટાવી લીધો : ચુકાદાનો અમલ ૨ ઓકટોબરથી થશે : પ્રમોશનની પ્રક્રિયા હાઈકોર્ટના અંતિમ ચુકાદાને આધીનઃ હવે પીએસઆઈમાંથી પીઆઈ - ઈન્સ્પેકટરનું પ્રમોશન મેળવી શકાશે access_time 3:54 pm IST

  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST