Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

'રાજકોટ કા મહારાજા' ના સાનિધ્યમાં કથા-પાઠ-નિદાન કેમ્પ

રાજકોટ : યાજ્ઞિક રોડ ઉપર ''રાજકોટ કા મહારાજા''નું ભુદેવ સેવા સમિતિ દ્વારા સ્થાપના કરવામાં આવેલ. આ ધર્મોત્સવમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ આરતી દર્શનનો લ્હાવો લીધો હતો. મુખ્યમંત્રી સાથે તેમના ધર્મપત્ની શ્રી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી બ્રહ્મ યુવાનોના માર્ગદર્શક નીતિનભાઇ ભારદ્વાજ, કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશનર ખત્રી, ડેપ્યુટી કમિશન ઝોન-રના મનોહરસિંહ જાડેજા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, લાખાભાઇ સાગઠીયા, લીનાબેન શુકલ, કાશ્મિરાબેન નથવાણી, ધનસુખભાઇ ભંડેરી સહિતના અગ્રગણ્ય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી જનાર્દનભાઇ આચાર્ય, જે.પી. ત્રિવેદી, સુરેશભાઇ મહેતા, કમલેશભાઇ જોષી, અશોકભાઇ દવે, સુરેશભાઇ દવે, મયુરભાઇ દવે, સહિત અન્ય બ્રહ્મસમાજના અગ્રણીઓએ પણ આરતી સુધીના કાર્યક્રમોમાં ઉત્સાહપુર્વક હાજરી આપી હતી. આ ધર્મોત્સવમાં સત્યનારાયણની કથા વાંચનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી શ્રિગોડ (માળવિચ) બ્રહ્મપરિવારના મેનેજિંગ ટ્રસ્ટી શિરિષભાઇ ભટ્ટ, ટ્રસ્ટી નલિનભાઇ ભટ્ટ, સભ્ય નિરજભાઇ ભટ્ટ, સુધિરભાઇ ભટ્ટ અને રાજકોટની ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહીને કથાશ્રવણનો લાભ લીધો હતો. અથવશીર્ષ પાઠમાં આજકાલ ગ્રુપના ધનરાજભાઇ જેઠાણી અને તેમના પરિવારજનો, ભારતીય જનતા પાર્ટી, વોર્ડ નં. સાતના કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, રસિકભાઇ મોરધરા, પ્રવિણભાઇ ચાવડા, દિલજીતભાઇ ચોૈહાણ, નિતીનભાઇ ઝરીયા, નારણભાઇ રાઠોડ, અલુભાઇ ઓડ, તિરૂપતિ કુરીયરના સી.ઇ.ઓ. ડાયરેકટર રામજીભાઇ શિયાણી, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા સાહેબ (ડી.ડી.ઓ.) ગીતાંજલી કોલેજના ચેરમેનશ્રી શૈલેષભાઇ જાની, રાજકોટ રેલ્વે ગ્રુપના શ્રી ભરતભાઇ ઠાકર, ચેતનભાઇ ઉપાધ્યાય, કિરીટભાઇ પુરોહિત, પરાગભાઇ મહેતા અને અનિલભાઇ ઝા, વિશ્વ હિન્દુ પરિષદ ગ્રુપ, બજરંગ દળના નિતેશભાઇ કથીરીયા, હસુભાઇ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, કૃણાલભાઇ વ્યાસ, હરેશભાઇ ચોૈહાણ, કલ્પેશભાઇ મહેતા, મોનિષભાઇ જોષી, કશ્યપભાઇ ભટ્ટ, પ્રશાંતભાઇ રાજયગુરુ, રાજાભાઇ ભટ્ટ, મોહિતભાઇ ભટ્ટ, ઓૈદિચ્ય  ઝાલાવાડી સમાજના દર્શિતભાઇ જાની.ડો. અતુલભાઇ વ્યાસ, ભાવનાબેન જોષી શૈલેષભાઇ રાવલ, વિપુલભાઇ શુકલ, મુકેશભાઇ ઠાકર તથા તમામ કમિટી મેમ્બર, રાજુભાઇ જુંજા, અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલીઝમ એન્ડ પર્ફોર્મિગ આર્ટસના ડો.કાંતિભાઇ ઠેસિયા ભુદેવ સેવા સમિતિના સભ્યો. પરિવારજનો ઉપરાંત પરશુબ્રહ્મ યુવા ગ્રુપના મોનિષભાઇ જોષી, આઝાદ ગ્રુપના મોનિલ દવે, ગૌરવ મહેતા, હરિરામ ત્રિવેદી, પ્રશન ભટ્ટ, આનંદ પુરોહિત (લંકેશ), દેવાંગ ઠાકર, શિવાંગ જોષી, સાગર રાવલ, કલ્પેશ રાજગોર, બ્રિજેશ જોષી અને ધાર્મિક મહેતાએ ભાગ લીધો હતો. આ ઉપરાંત નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ''વ્યાસ'' આઇ હોસ્પિટલના ડો.બકુલ વ્યાસ, ''આરવ'' બાળકોની હોસ્પિટલના ડો.તત્સ જોષી, ''ઋષિ'' ડેન્ટલ કિલનિકના ડો.તેજસ ત્રિવેદી, ''શ્રેયસ''ઓર્થોપેડિક હોસ્પિટલના ડો.ભાર્ગવ પંડ્યા, ''જેનેસિસ'' હોસ્પિટલના ડો.જયંત મહેતા અને ઓર્થોપેડીકસ અને ધ સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ ડો.પ્રશાંત ઠાકરેએ સેવા આપી હતી. જેનો રાજકોટના અનેક લોકોને લાભ લીધો હતો. નિદાન બાદ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર જેનેરિક દવાનો સ્ટોર, મંગળા રોડ, મિલપરા ખાતેથી ચેતનભાઇ દુસરા પરીવાર દ્વારા નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી. (૧.૨૧)

(3:04 pm IST)
  • અંબાજીથી દર્શન કરી પરત આવતા ટેમ્પોમાં મોડાસાના ઝાલોદર પાસે પદયાત્રીઓના જનરેટર બ્લાસ્ટમાં થતા ૧પ થી વધુ પદયાત્રીઓ દાજયા : આ યાત્રીકો અંબાજી મહીસાગર જતા હતા ચાલુ ટેમ્પોએ પદયાત્રીઓ ટેમ્પોમાંથી કૂદયાઃ ઘાયલોને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા access_time 1:37 pm IST

  • ગિરીમથક સાપુતારા ખાતે ગઈકાલે ધોધમાર વરસાદ : સાપુતારા ખાતે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ : વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 12:26 pm IST

  • એસટી વિભાગ દ્વારા લગ્નપ્રસંગે રાહતદરે બસ ફાળવાશે: વિજયભાઈ રૂપાણીના હસ્તે ફાળવાશે : ૪૫ નવી વોલ્વો બસ શણગારેલી મળશે access_time 3:19 pm IST