Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

પાણીની અછત, દારૂની રેલમછેલ ! રાજકોટ-દ્વારકા જિલ્લામાં બે વર્ષમાં૮ાા કરોડનો ‘માલ' પકડાયો

કોંગ્રેસના ધારાસભ્‍યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આપી ચોંકાવનારી આંકડાકીય માહિતી : જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં ૬.૧૧ કરોડનો વિદેશી દારૂ અને ૧૧.૭૧ લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ, તા., ૨૦: કોંગ્રેસના ધારાસભ્‍યોએ વિધાનસભામાં સરકારને પૂછેલા પ્રશ્નોના સરકારી જવાબોનું સંકલન કરી કોંગ્રેસે ‘વિધાનસભાના ઉંબરેથી' પુસ્‍તક પ્રકાશીત કર્યુ છે. જેનું સંપાદન પ્રદેશ યુવકના ડો. મનીષ દોશીએ કર્યુ છે. જેના પાના નં. રપ ઉપર (તા.ર૦-ર-ર૦૧૮ તારીખ દર્શાવી છે) બે વર્ષમાં જિલ્લાવાર પકડાયેલ દારૂના જથ્‍થાની માહીતી આપવામાં આવી છે. જેના પરથી સરકારની દારૂબંધી કેટલી ‘ઢીલી' છે તેનો ખ્‍યાલ આવે છે.

પુસ્‍તકમાં જણાવ્‍યા મુજબ રાજકોટ અને દેવભુમી દ્વારકા જિલ્લામાં રૂા. ૮,૧૧,૭પ,૧૧રની કિંમતનો વિદેશી દારૂ રૂા. ૩૦,ર૮,૦પ૦ની કિંમતનો બિયર અને રૂા. ૧૯,૯૮,પ૧૦ની કિંમતનો દેશી  દારૂ પકડાયો છે. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રૂા. ૬,૧૧,૭૮,૬૦૦ની કિંમતનો વિદેશી દારૂ અને રૂા. ૧૧,૭૧,૩૩૪ રૂપીયાની કિંમતનો દેશી દારૂ પકડાયો હતો. પુસ્‍તકમાં બબ્‍બે જિલ્લાઓના ભેગા આંકડા અપાયા છે.

અમરેલી અને મોરબી જિલ્લામાં ૩,૮૦,૬૩,૯પ૯  રૂા.નો વિદેશી દારૂ અને રૂા. રર,ર૪,૯૬૯ રૂપીયાનો દેશી દારૂ પકડાયાનો પુસ્‍તકમાં ઉલ્લેખ છે.

(12:46 pm IST)