Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

શનિ-રવિમાં 'જૂગટાની મોસમ' પુરબહાર ખીલીઃ ૬ દરોડામાં ૪૦ પકડાતાં 'લોકઅપ' જોવી પડી

ક્રાઇમ બ્રાંચના પુષ્પરાજસિંહ પરમાર, જયંતિભાઇ અને હરેશગીરીની બાતમી પરથી ચુડાસમા પ્લોટમાં, ભકિતનગર પોલીસનો ગુંદાવાડીમાં, ગાંધીગ્રામ પોલીસના ગાંધીગ્રામ-કૃષ્ણનગરમાં બે, થોરાળા પોલીસનો કુબલીયાપરામાં પોલીસ અને યુનિવર્સિટી પોલીસનો લક્ષ્મીના ઢોળા પર દરોડો

રાજકોટ તા. ૨૦: શનિવારે રાત્રે અને રવિવારની રજામાં જૂગાર રસિકોએ ઠેર-ઠેર પટ શરૂ કર્યા હતાં. પોલીસે પણ દરોડાનો દોર યથાવત રાખ્યો હતો. છ દરોડામાં ૪૦ પત્તાપ્રેમીઓને પકડીલઇ રૂ. ૧,૬૬,૭૫૫ની રોકડ કબ્જે લીધી હતી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા તથા એસીપી ભરત બી. રાઠોડે આપેલી સુચનાઓ અંતર્ગત આ કાર્યવાહી થઇ હતી.

ક્રાઇમ બ્રાંચનો ચુડાસમા પ્લોટમાં દરોડોઃ ૯ પકડાયા

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. પુષ્પરાજસિંહ પરમાર, જયંતિભાઇ ગોહિલ અને હરેશગીરી ગોસાઇની બાતમી પરથી રૈયા રોડ આમ્રપાલી ફાટક નજીક ચુડાસમા પ્લોટ મેઇન રોડ કુમાર કોલ ડીપો વાળી શેરીમાં ધર્મભકિત નામના મકાનમાં દરોડો પાડી મકાન માલિક પ્રશાંત ભુપેન્દ્રભાઇ રાઠોડ તથા નિલેષ ગંભીરભાઇ સોલંકી (ઉ.૩૩-લક્ષ્મીનગર-૩), જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.૨૩-રહે. નવલનગર-૩), ભરત મુકેશભાઇ ડાભી (ઉ.૩૭-રહે. વિજય પ્લોટ-૧૨/૨૯), અનવરઅલી ઉર્ફ ઇશાન આલમઅલી શેખ (ઉ.૨૬-રહે. મનહરપ્લોટ-૯), વિક્રમ મુકેશભાઇ ડાભી (ઉ.૩૪-રહે. વિજય પ્લોટ-૨૯), દિપક બચુભાઇ અબસાણીયા (ઉ.૩૨-રહે. વિદ્યાનગર-૪), જયદિપ જયંીતભાઇ ધામેલીયા (ઉ.૩૮-રહે. મનહરપ્લોટ-૧૦) અને વિજયસિંહ રણજીતસિંહ ગોહિલ (ઉ.૪૧-રહે. અલય પાર્ક બી-૬૪)ને પકડી લઇ રૂ. ૫૭૨૦૦ની રોકડ અને ગંજીપાના કબ્જે લેવાયા હતાં.

એસીપી જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પુષ્પરાજસિંહ પરમાર, જયંતિભાઇ ગોહિલ, ભરતભાઇ વનાણી, હરેશગીરી, સંજયભાઇ કુમારખાણીયા સહિતે આ દરોડો પાડ્યો હતો.

ભકિતનગર પોલીસે ૯ પકડ્યા

ગુંદાવાડી-૨/૧૫ના ખુણે 'સોનલ' નામના મકાનમાં રહેતાં પરેશ વલ્લભભાઇ મારવીયા (ઉ.૪૫)ના મકાનમાં જૂગાર રમાતો હોવાની બાતમી ભકિતનગર પોલીસને મળતાં દરોડો પાડી તેને તથા જીજ્ઞેશ અરવિંદભાઇ રાણપરા (ઉ.૩૩-રહે. કરણપરા-૧૫), જયેશ ભોગીલાલ માંડલીયા (ઉ.૩૫-રહે. કેવડાવાડી-૧૦), હિતેષ દિનેશભાઇ આડેસરા (ઉ.૨૬-રહે. ગોપાલનગર-૧), રાજેશ હર્ષદભાઇ ગોહેલ (ઉ.૩૧-રહે. મધુવન પાર્ક કોઠારીયા રોડ), કમલ સુરેશભાઇ માંડવીયા (ઉ.૩૦-રહે. કેવડાવાડી-૨૩), ધર્મેશ દિનેશભાઇ આડેસરા (ઉ.૩૦-રહે. ગોપાલનગર-૧), ધર્મેન્દ્ર લાલાભાઇ પાટડીયા (ઉ.૪૦-રહે. કેવડાવાડી-૧/૩ વર્ધમાન એપાર્ટમેન્ટ) તથા વિજય સુરેશભાઇ પારેખ (ઉ.૩૭-રહે. કોમલ એપાર્ટમેન્ટ બેડીનાકા અંદર)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૧૭૯૦ની રોકડ કબ્જે લીધી હતી.

પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. સલિમભાઇ મકરાણી, કોન્સ. વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત સહિતે દરોડો પાડ્યો હતો.

ગાંધીગ્રામ પોલીસના દરોડા

ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ શેરી નં. ૭-બમાં રહેતાં અમિતરાજ પ્રેમરાજ ચોૈધરી (ઉ.૩૯)ના ઘરમાં બાતમી પરથી દરોડો પાડી તેને તથા ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉ.૨૯-રહે. રતનપર), હુશેન જુસબભાઇ સોઢા (ઉ.૪૫-રહે. દૂધ સાગર રોડ, રિધ્ધી સિધ્ધી સોસાયટી), રાહુલ કાંતિભાઇ સુદ્રા (ઉ.૨૬-રહે. શ્યામનગર નાના મવા રોડ), સમસુદ્દીન કમરૂદ્દીન રૂપાણી (ઉ.૩૦-રહે.અમીન માર્ગ હિંગળાજનગર-૩) તથા સોહિલ અમદભાઇ સમા (ઉ.૨૪-રહે. મોચીનગર-૬)ને પકડી લઇ રૂ. ૫૫૮૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કિશોભાઇ ઘુઘલ, વનરાજભાઇ લાવડીયા, હિતેન્દ્રસિંહ ઝાલા, વિરભદ્રસિંહ ગોહિલ, કનુભાઇ બસીયા સહિતે આ દરોડો પાડ્યો હતો.

જ્યારે વ્હોરા સોસાયટી પાછળ કૃષ્ણનગર-૭માં રહેતાં સંજય કેશુભાઇ ચોૈહાણ (ઉ.૪૯)ના ઘરમાં દરોડો પાડી તેને તથા રણછોડ લક્ષમણભાઇ બોરીચા (ઉ.૪૨-રહે. રતનપર), અનિરૂધ્ધ રામભાઇ ખુમાણ (ઉ.૩૭-રહે. વ્હોરા સોસાયટી પાસે પરાસર પાર્ક), જયરાજ રામભાઇ ખુમાણ (ઉ.૨૫-રહે. પરાસર પાર્ક), મહેન્દ્ર માવજીભાઇ ડોડીયા (ઉ.૪૮-રહે. કૃષ્ણનગર) તથા ભરત બાબુભાઇ ચોૈહાણ (ઉ.૫૫-રહે. કૃષ્ણનગર)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૪૮૭૦ કબ્જે લીધા હતાં. ગાંધીગ્રામના પીએસઆઇ આર. જે. જાડેજા, એએસઆઇ રાજેશભાઇ સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો.

થોરાળા પોલીનો દરોડો

રાજકોટઃ થોરાળા પોલીસે કુબલીયાપરા મહાકાળી પાન પાસેની શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં ગોપાલ સુખાભાઇ પરમાર (ઉ.૩૯), ભુપત બાદલભાઇ સોલંકી (ઉ.૩૩), પ્રદિપ ભનુભાઇ સોલંકી (ઉ.૩૪), ધનસુખ નટુભાઇ સોલંકી (ઉ.૩૬), રામુ નાનજીભાઇ સોલંકી (ઉ.૩૮) તથા દિલીપ કનુભાઇ સોલંકી (ઉ.૫૦)ને પકડી લઇ રૂ. ૨૧૨૨૫ની રોકડ અને ગંજીપાના કબ્જે લીધા હતાં. પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, નરસંગભાઇ, મુકેશભાઇ, નિશાંતભાઇ, મહેશભાઇ, રોહિતભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

યુનિવર્સિટી પોલીસનો દરોડો

કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળા પર સરમરીયા દાદાના મંદિર પાસે જૂગાર રમાતો હોવાની માહિતી પરથી યુનિવર્સિટીના પી.આઇ. ડી. વી. દવેની રાહબરી હેઠળ પીએસઆઇ એન. બી. ડાંગર, હરેશભાઇ પરમાર સહિતની ટીમે દરોડો પાડી કિશન કેશુભાઇ ઠક્કર (ઉ.૨૩), સાગર કનુભાઇ મકવાણા (ઉ.૧૯), નિલેષ શાંતિભાઇ પરમાર (ઉ.૨૧) અને ભુપત મેરામભાઇ ચુડાસમા (ઉ.૩૦)ને પકડી લઇ ગંજીપાના અને રૂ. ૫૮૭૦ કબ્જે લીધા હતાં.

(4:16 pm IST)