Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પ્રવિણભાઈ કોટકનું રાજીનામુ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી, તેઓની ખોટ મંજૂર નથી

સમગ્ર લોહાણા સમાજને ખોટ વર્તાય તેવી ખોટ મંજૂર નથી

રાજકોટ, તા. ૨૦ : સમગ્ર વિશ્વમાં સ્થાપિત લોહાણા મહાજન ટ્રસ્ટો સહિત અન્ય બધી જ રઘુવંશી સંસ્થાઓ દ્વારા પ્રવિણભાઈ કોટકનું રાજીનામુ અસ્વીકાર્ય હોવાનું શ્રી લોહાણા મહાપિરષદના વીણાબેન પાંધી, નીતિનભાઈ રાયચુરા, કાશ્મીરાબેન નથવાણી, સુરેશભાઈ ચંદારાણા, હસુભાઈ ભગદે, શિલ્પાબેન પૂજારા, ભરતભાઈ રેલીયા, શૈલેષભાઈ ગણાત્રા, યોગેશભાઈ પૂજારા એક યાદીમાં જણાવાયું છે.

જેમાં સમગ્ર વિશ્વમાં લોહાણા સમાજ દ્વારા સ્થાપિત લોહાણા મહાજન ટ્રસ્ટો સહિતની સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ થયા બાદ એવા નિર્ણય પર આવ્યા છીએ કે, લોહાણા પરિવારોનું હિત જેમના હૈયે ધબકતુ હોય, નખશીખ પ્રામાણીક, અજાતશત્રુ, દાનવીર ને માતા - પિતાના સેવાના સંસ્કારો જેમના લોહીમાં વહે છે તેવા શ્રી પ્રવિણભાઈ કોટકનંુ રાજીનામુ કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહિં કે સ્વીકાર્ય નથી જ.

છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય, તે કહેવતને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો, અમારા માવતર છો અમારા બધાના હૃદયના સરતાજ છો. તમારા રાજીનામાથી સમગ્ર વિશ્વના લોહાણા સમાજને એક ન પૂરી શકાય તેવી ખોટ વરતાય ને તેવી ખોટ અમોને મંજૂર નથી. તમારા માર્ગદર્શનને શકિતઓની લોહાણા સમાજને સુપેરે જરૂર છે ને રહેશે. તમારી સાથે ખંભે - ખભા મિલાવીને ઉભા છીએ ને આવનારા સમયમાં પણ અડીખમ ઉભા રહીશું.

જે કંઈ ઘટના સૌરાષ્ટ્ર વિભાગમાં ઉભી થઈ છે તે માટે ખરેખર દિલગીર છીએ. જે પણ લોહાણા ભાઈઓને તકલીફ છે તેમને સ્પષ્ટતાપૂર્વક જણાવવાનું કે આપણા પૂર્વજોએ દીર્ઘદૃષ્ટિ વાપરીને આપણા તથા અન્ય સમાજને ઉપયોગી થવા દરેક શહેરોમાં લોહાણા મહાજનોની સ્થાપના કરેલ છે. આપણને બધાને ખબર જ છે કે આ મહાજનો સિવાય પણ ઘણી રઘુવંશી સંસ્થાઓ સમાજ સેવાના કાર્યોમાં મદદરૂપ થવા કાર્યરત છે.

જે કોઈ જ્ઞાતિજનોને તકલીફો હોય તે તેમના શહેરમાં રહેલ લોહાણા મહાજનને જઈને રજૂઆત કરે છતા એવા કોઈ પ્રશ્નો હોય જે મહાજન દ્વારા ન ઉકેલી શકાય તેવા હોય તો, જે તે રીજીયનમાં વિશ્વ લોહાણા મહાપરિષદની પ્રાદેશિક શાખા પણ અસ્તિત્વ ધરાવે છે તેને લેખિતમાં રજૂઆત કરવી જોઈએ. વિશ્વ લોહાણા મહાપરિષદ બધી જગ્યાએ પહોંચી ન શકે તે માટે આ વ્યવસ્થા ઉભી કરેલ છે જ. કોઈપણ પ્રશ્નની રજૂઆત યોગ્ય જગ્યાએ ને પ્રોપર ચેનલ દ્વારા થાય તે અપેક્ષીત છે. ને આવી પ્રાથમિક સમજણ બધા લોહાણા ભાઈઓ બહેનો ધરાવતા હશે. લોહાણા સમાજનું અનિષ્ટ ના થાય ને, પ્રવિણભાઈ કોટક પોતાનું રાજીનામુ પરત ખેચી લે ને તેમની સમાજ સેવા અવિરત પણે ચાલુ રાખે તેમ યાદીનાં અંતમાં જણાવાયું છે.

(4:13 pm IST)