Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

મેટોડા જીઆઇડીસીમાં કારખાનામાં જુગારનો અખાડો ચાલતો'તોઃ રાજકોટના પ સહિત ૧૬ શખ્સો પકડાયા

રૂરલ ક્રાઇમ બ્રાંચ ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા તથા ટીમનો દરોડોઃ ૧ લાખની રોકડ સહિત ૧.૮ર લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા., ર૦:  શ્રાવણીયા જુગારની મોસમ ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારના હાટડા શરૂ થઇ ગયા છે. રાજકોટની ભાગોળે મેટોડા જીઆઇડીસીના કારખાનામાં ચાલુ થઇ ગયેલ જુગારના અખાડા પર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા રાજકોટના પ શખ્સો સહિત કુલ ૧૬ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મેટોડા જીઆઇડીસીમાં આવેલ ફેરવેલ ઉટેન્સીલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી રૂરલ એસપી  બલરામ મીણાને મળતા તેઓના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા તથા સ્ટાફે ઉકત સ્થળે રેઇડ કરી જુગાર રમતા ૧૬ શખ્સોને રોકડ રૂ. ૧, ૦૪,૮૬૦, મોબાઇલ નંગ-૧૬ તથા બે બાઇક મળી કુલ ૧,૮ર લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ જુગારધામ ગોવિંદશંકર સામતરાય નામનો શખ્સ ચલાવતો હોવાનું ખુલ્યું છે.

 જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં (૧)  દિનેશ રમેશભાઇ ઝરીયા, (રહે. લોધેશ્વર સોસાયટી શેરી નં. ર, રાજકોટ) (ર) સતીષ કૃષ્ણકુમાર ત્રિપાઠી (રહે. મેટોડા જીઆઇડીસી) (૩) ગોવિંદ નેપાળી બહાદુર નેપાળી (રહે. મેટોડા જીઆઇડીસી) (૪) અફઝલઅલી રિયાસતઅલી અંસારી (રહે. મેટોડા, જીઆઇડીસી) (પ) વિજય ઉમેશભાઇ ઝરીયા (રહે. રામનગર સોસાયટી શેરી નં. ર, રાજકોટ) (૬) બ્રિજનંદન હોરીલાલ લોધી (રહે. શાપર-વેરાવળ જીઆઇડીસી) (૭) ઠાકુર ગોવિંદદાસ લોધી (રહે. શાપર-વેરાવળ જીઆઇડીસી) (૮) મુકેશ લાલચંદ કુશવાહા (રહે. આંબેડકરનગર શેરી નં. ૧૪, રાજકોટ) (૯) નેભા લીલાભાઇ પરમાર (રહે. લોધેશ્વર સોસાયટી શેરી નં. ૧, રાજકોટ) (૧૦) બળવંત તુલસીભાઇ ઝરીયા (રહે. લોધેશ્વર સોસાયટી મેઇન રોડ, રાજકોટ) (૧૧) બળવંત ઉર્ફે બબલુ પટેલ વિષ્ણુચરણ બમાટી (રહે. મેટોડા જીઆઇડીસી) (૧ર) નિલેશ લક્ષ્મીશંકર તેરૈયા (રહે. મેટોડા જીઆઇડીસી) (૧૩) ધરમેન્દ્ર સુમન્તરાય યાદવ (રહે. વડવાજડી) (૧૪) રાજેશ ઉર્ફે રાજુ વિઠ્ઠલભાઇ સોલંકી (રહે. મેટોડા જીઆઇડીસી) (૧પ) રાજીવકુમાર ઉર્ફે રાજુ મહાવીરભાઇ શેડીયા (રહે. લોધીકા) તથા જુગારનો હાટડો ચલાવનાર (૧૬) ગોવિંદશંકર સામતભાઇ (રહે. મેટોડા જીઆઇડીસીનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહીમાં પીએસઆઇ એમ.આર.ગોંડલીયા, હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જાડેજા, પો.કોન્સ. રવી બારડ, મનોજ બાયલ, બાલકૃષ્ણ ત્રિવેદી, મયુરસિંહ જાડેજા, અમુભાઇ વીરડા તથા નરેન્દ્ર દવે સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(4:08 pm IST)