Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કોઠારીયા રોડ પર બુલડોઝર ધણધણ્યુઃ ૪૦ સ્થળોએથી દબાણનો કડુસલો

ઈસ્ટ ઝોન વિસ્તારમાં બિલ્ડીંગ કોમ્પલેક્ષમાંથી છાપરા, ઓટલા, હોર્ડિંગ્સ બોર્ડ દૂર કર્યાઃ પાર્કિગ તથા માર્જીનની જગ્યા ખુલ્લી કરાઈ

રાજકોટ, તા. ૨૦:  શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યા ઉકેલવા કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે કોમ્પલેક્ષ અને બિલ્ડીંગમાં પાર્કિંગ અને માર્જિનની જગ્યામાં થયેલ દબાણો હટાવવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત કોઠારીયા રોડ  વિસ્તારના શોપીંગ મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના માર્જીન- પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગે ૪૦ સ્થળોએથી છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્યા ખુલ્લી કરી છે.

આ અંગે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ વિભાગની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગનસ સમસ્યાને અંતર્ગત કમિશનરશ્રી દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના કોઠારીયા રોડ પર વનડે વન રોડ અંતર્ગત પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ ૪૦ સ્થળોએથી દબાણો/ ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

કોઠારીયા ચોકડી, જય દ્વારકાધીસ ઓટો, ડીલક્ષ પાન, ખોડીયાર સાયકલ સર્વિસ, શીતલ આઇસ્ક્રીમ, ગુરૂકૃપા પાન, ખોડીયાર પાન, શ્રીજી સેલ્સ એજન્સી, ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, એકવા ફ્રેશ સુપર માર્કેટ, બાલાજી ડેવલોપર્સ, પ્રણામ હેર આર્ટ, વૃંદાવન પાર્લર એન્ડ આઇસ્ક્રીમ, ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ગેલકસી પાન એન્ડ કોલ્ડ્રીંકસ, શુભ રેસ્ટોરન્ટ, હરીદર્શન આર્કેડ, બાલાજી સોડા એન્ડ આઇસ્ક્રીમ, શ્રી હરીટાવર, શ્રી હરિ ટી સ્ટોલ, શ્રી હરિ પાન, ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંકસ પ્રાપ્તિ મોબાઇલ, જય ખોડીયાર ચા, શ્યામ પાવર લોન્ડ્રી, ગોેહલ હેર પાર્લર, ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, શ્યામ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, બાલાજી ડીલક્ષ પાન, ક્રિષ્ના કોલ્ડ્રીંકસ, શ્રી રામ પાન, માટેલ ટી સ્ટોલ, માટેલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, શિવ કૃપા ટાયર સર્વિસ, રાજ મેડીકલ સ્ટોર, ભગીરથ કોલ્ડ્રીંકસ, શિવ કૃપા કોલ્ડ્રીંકસ, ગુજરાત હાઉસીંગ બોર્ડ સામે નામ વગરની કેબીન, ગાયત્રી ફરસાણ, રોડ પરનો પાણીનો ઓટો, કોબરીયા મેઇન રોડ સહિતના ૪૦ સ્થળોએથી છાપરા, ઓટોના દબાણો દૂર કરી જગ્યાા ખુલ્લી કરવામાં આવી હતી.

આ ઉપરાંત વોર્ડ નં. ૧૬માં ટી.પી. સ્કીમ ૬ (રાજકોટ)ના ટી.પી. રોડ પર થયેલા ચબુતરાનું દબાણ તોડી પાડવામાં આવેલ છે.

તાજેતરમાં કમિશ્નરશ્રી દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ. જે અન્વયે આ કામગીરીમાં ઇસ્ટ ઝોનના આસિ. ટાઉન પ્લાનર જી.ડી. જોષી, એ.એમ. વેગડ તથા જે.જે. પંડયા તેમજ અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર ટ્રાફિક પોલીસ વિભાગનો સ્ટાફ, દબાણ હટાવ શાખાના આસિ. મેનેજર બી.બી. જાડેજા તથા તેમનો સ્ટાફ તથા બાંધકામ શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ ડિમોલિશનની કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા તેની કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.  (૪.૯)

(4:10 pm IST)