Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ની નવી કરોબારીની રચના

પ્રમુખપદે મનસુખભાઇ પટેલ અને ઉપપ્રમુખપદે જયંતિભાઇ ટીલવાની વરણી

રાજકોટ : તાજેતરમાં રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ની વાર્ષિક જનરલ  મીટીંગ તાજેતરમાં મળી હતી. કાર્યક્રમના પ્રથમ ચરણાં નવી કારોબારીની ત્રણ વર્ષ માટે રચના કરવામાં આવતા પ્રમુખપદે મનસુખભાઇ કે. પટેલ (કિરીટ એન્જી. કોર્પો. (મો.૯૪૨૮૨ ૫૬૬૬૬), ઉપપ્રમુખપદે જયંતિભાઇ કે. ટીલવા (યોગેશ મશીનરી સ્ટોર્સ), માનદમંત્રી પદે અશ્વિનભાઇ સી. પટેલ (ગીતા એન્જી. કોર્પો.) , જોઇન્ટ સેક્રેટરી પદે જીતેન્દ્રભાઇ એન. મહેતા (મહેતા એન્જી.), ટ્રેઝરરપદે નવનીતભાઇ એચ. કલ્યાણી (રાધીકા એન્જી.), કારોબારી સભ્યપદે નટવરલાલ એસ. ટીંબડીયા (જયંત મશીનરી કોર્પો.), અરવિંદભાઇ આર. સેજપાલ (સૌરાષ્ટ્ર એન્જી.), પ્રકાશચંદ્ર સી. અંબાણી (જય ખોડીયાર એન્જી.), વસંતરાય એચ. સેજપાલ (વસંત એન્જી. સ્ટોર્સ), શરદભાઇ આર. સેજપાલ (સેજપાલ બ્રધર્સ), પ્રદીપભાઇ ડી. ટાંક (ઓનીલ એન્જી. કોર્પો.), રાજુભાઇ ભાડલીયા (સાગર એન્જી. કોર્પો.), વિજયભાઇભાઇ બુધ્ધદેવ (રઘુવીર એન્જી.), પિયુષભાઇ પટેલ (કુશલ કોર્પોરેશન) સહીત ૧૪ સભ્યોની નવી કારોબારી જાહેર કરવામાં આવતી હતી. કાર્યક્રમના દ્વીતીય ચરણમાં નવા હોદેદારોને પ્રોત્સાહનનારૂપમાં પ્રમુખ મનસુખભાઇ પટેલનું ફુલહારથી સન્માન નટુભાઇ ટીંબડીયા અને પ્રકાશભાઇ અંબાણીએ કરેલ. ઉપપ્રમુખ જયંતિભાઇ ટીલવાનું ફુલહારથી સન્માન વસંતભાઇ સેજપાલ અને શરદભાઇ સેજપાલે તેમજ માનદમંત્રી અશ્વિનભાઇ પટેલનું ફુલહારથી સન્માન અરવિંદભાઇ સેજપાલ અને પ્રદિપભાઇ ટાંકે કરેલ. સહમંત્રી જીતુભાઇ મહેતાનું ફુલહારથી સન્માન રાજુભાઇ ભાડલીયા અને પિયુષભાઇ પટેલે કરેલ. ટ્રેઝરર નવનીતભાઇ કલ્યાણીનું ફુલહારથી સ્વાગત મનસુખભાઇ ટીલવા અને કિશોરભાઇ ભાડલીયાએ કરેલ.સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા મનસુખભાઇ પટેલ, જયંતિભાઇ ટીલવા, અશ્વિનભાઇ પટેલ, જીતુભાઇ મહેતા, નવનીતભાઇ એચ. કલ્યાણી, નટવરલાલ ટીંબડીયા, અરવિંદભાઇ સેજપાલ, પ્રદિપભાઇ ટાંક, પ્રકાશભાઇ અંબાણી, વસંતભાઇ સેજપાલ, શરદભાઇ સેજપાલ રાજુભાઇ ભાડલીયા, વિજયભાઇ બુધ્ધદેવ, પિયુષભાઇ પટેલે સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન નટુભાઇ ટીંબડીયા તથા અશ્વિનભાઇ પટેલ (મો.૯૪૨૮૨ ૦૧૦૬૦) એ કરેલ. રજપુતપરા, ઢેબરભાઇ રોડ, ગરેડીયા કુવા રોડ તથા અન્ય સભ્ય મિત્રાની આભારવિધિ અરવિંદભાઇ સેજપાલે કરી હતી.

(3:56 pm IST)