Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

યાંત્રિકના ૪૪ સ્ટોલથી તંત્રને ૧ કરોડ ૧૮ લાખની આવકઃ પાણીના પાઉચ-પ્લાસ્ટીકનું ખાસ જાહેરનામું

જાહેરાતનો કોન્ટ્રાટક ૯ લાખમાં અપાયોઃ તંત્રને ખર્ચ બાદ કરતા સવા કરોડનો નફો થશે : એલોટમેન્ટ લેટરમાં આદેશો કરાયાઃ ગુરૂવારે LED સ્ક્રીનમાં જાહેરાત માટે કોન્ટ્રાકટ અપાશે

રાજકોટ તા.૨૦: રેસકોર્ષના મેદાનમાં યોજાનાર ગોરસ લોકમેળામાં ૩૨૧ સ્ટોલની ફાળવણી પુરી થતા હવે સ્ટોલ ઉભા કરવા અંગેની કાર્યવાહી અને એલોટમેન્ટ લેટરની કાર્યવાહી શરૂ કરાઇ છે.સીટી પ્રાંત-૧ શ્રી પટેલે ઉમેયુંર્ હતું કે યાંત્રિકના ૪૪ સ્ટોલની હરરાજીથી તંત્રને ૧ કરોડ ૧૮ લાખની આવક થઇ છે. સ્ટેજ જાહેરાતો-ગેઇટ-વોચ ટાવર ઉપર જાહેરાતનો કોન્ટ્રાકટ ૯ લાખમાં અપાયો છે, જયારે એલઇડી સ્ક્રીન ઉપર જાહેરાત માટે ટેન્ડર પ્રક્રિયા રદ્દ કરી નવી અપસેટ પ્રાઇઝ રૂ. ૩ લાખ (ર મીનીટ માટે) ના ફાઇનલ કીર આ કોન્ટ્રાકટ ગુરૂવારે અપાશે. આ માટે રસ ધરાવતા લોકોને હાજર રહેવા અપીલ કરાઇ છે.

પ્રાંત અધિકારી શ્રી પટેલે ઉમેર્યું હતું કે રાજકોટમાં પાણીના પાઉચ-પ્લાસ્ટીક બેગ ઉપર પ્રતિબંધ છે, કોર્પોરેશનનું જાહેરનામું છે, આ જાહેરનામું લોકમેળામાં પણ અમલમાં રહેશે. કોઇપણ વ્યકિત પાણીના પાઉચ-પ્લાસ્ટીક બેગ સાથે ઝપાશે તો કડક કાર્યવાહી કરી બ્લેકલીસ્ટમાં મુકી દેવાશે.

અત્રે એ નોંધનીય છે કે લોકમેળામાં તંત્રને સ્ટોલના ભાડાની હરરાજીથી આવક સવા બે થી રાા કરોડ આસપાસ પહોંચી છે, હવે તમામ ખર્ચા બાદ કરતા તંત્રને સવાથી દોઢ કરોડ જેવો નફો આ વખતે થશે.

(3:56 pm IST)