Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગુંદાવાડીમાંથી ૨૨૦ કિલો ડુપ્લીકેટ ઘી ઝડપાયું

ઘીની ચકાસણીના રિપોર્ટ બાદ થશે આગળની કાર્યવાહી

રાજકોટ, તા., ૨૦: ગુંદાવાડીમાં આવેલ   એક  દુકાનમાં ડુપ્લીકેટ ઘીનું વેચાણ થતુ હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી ૨૨૦ કિલો ડુપ્લીકેટ ઘી સાથે વણીક વેપારી સામે કાર્યવાહી કરાઇ છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રી ડીસીપી ઝોન-૧ રવિકુમારસૈની તથા એસીપી ભરત રાઠોડની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ.ધાખડા તથા હેડ કોન્સ મહેન્દ્રસિંહ ડોડીયા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી તથા હિતેષભાઇ અગ્રાવત પેટ્રોલીંગમાં હતા.ત્યારે મહેન્દ્રસિંહ ડોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, દેવાભાઇ ધરજીયા તથા વિક્રમભાઇ ગમારાને મળેલી બાતમીના આધારે ગુંદાવાડી શેરી નં.૨માં આવેલ મહાવીર સ્ટોર નામની દુકાનમાં દરોડો પાડી રૂ.૬૬ હજારનું ૨૨૦ કિલો ડુપ્લીકેટ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાથી ફુડવિભાગને રીપોર્ટ કરી કાર્યવાહી કરી હતી.(૪.૧૨)

(3:48 pm IST)