Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

શહેરીજનોને ખાડા-ખબચડામાંથી મુકિત આપોઃ રસ્તા પરના ગાબડા તાકિદે રીપેર કરોઃ કોંગ્રેસ

રાજકોટઃ. સમગ્ર શહેરમાં વરસાદી પાણીના ભરાવાથી ઠેર-ઠેર રોડ-રસ્તામાં ખાડા પડી ગયા છે જેથી લોકોને બિસ્માર રોડ-રસ્તામાં વાહન ચલાવવામાં હાડમારી ભોગવવી પડી રહી છે તેમજ લોકો ખાડા, કાદવ, કીચડ, ગંદકી જેવી સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ રોડ-રસ્તા પર ખાડાના સામ્રાજ્યમાંથી શહેરીજનોને મુકિત આપી તાકિદે રોડ-રસ્તાના ગાબડા રીપેરીંગ કરવા અંગે કોંગ્રેસના સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા મ્યુ. કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે ભાર્ગવ પઢીયાર, વિરલ ભટ્ટ, સવજીભાઈ ભંડેરી, નીશાંત પોરીયા, સંકેત રાઠોડ, શૈલેષભાઈ ફીચડીયા, વિજયભાઈ વખારીયા, યુવરાજ રાઠોડ વગેરે આગેવાનો જોડાયા હતા.

(3:54 pm IST)