Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કાલાવડ રોડ આવાસના કવાર્ટર પાસેથી સુરજ બે ચોરાઉ એકટીવા સાથે પકડાયો

બંને એકટીવા ભીમનગર વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત

રાજકોટ તા.ર૦ : કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી પાસે આવાસ યોજના કવાર્ટર પાસેથી તાલુકા  પોલીસે બાતમીના આધારે એક શખ્સને બે ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ મવડી ગામ તરફથી કાલાવડ રોડથી સયાજી હોટલ તરફ એક શખ્સ શંકાસ્પદ કાળા કલરનું જીજે૩કેબી-૧૩પપ નંબરનું એકટીવા લઇને નીકળ્યો હોવાની તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. મોહસીન ખાન મલેક, મનિષભાઇ સોઢીયા તથા કોન્સ. હર્ષરાજસિંહ જાડેજાને બાતમી હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર, એ.એસ.આઇ. આર.બી. જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી ગોસ્વામી, હેડ કોન્સ. મોહસીન ખાન અને કોન્સ અમીનભાઇ, હરસુખભાઇ, મનિષભાઇ, ધર્મરાજસિંહ તથા હર્ષરાજસિંહ સહિત કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી પાસે વોચમાં હતો. તે દરમિયાન આવાસ યોજનાના કવાર્ટર પાસેથી જીજે૩કેબી ૧૩પપ નંબરના એકટીવા સાથે સુરજ નરેશભાઇ બસીયલ (ઉ.વ.ર૮) (રહે.૩૧ નિરંજન સોસાયટી, નહેરૂનગર રૈયા રોડ મુળ નેપાળ કોલોની શેરી નં.૩, ટીકાપુર, નેપાળ)ને પકડી લઇ પુછપરછ કરતા તેણે આ એકટીવા ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે વધુ પુછપરછ કરતા તેણે બીજુ એકટીવા ચોરીક રી પાટીદાર ચોક પાસે રેઢુ મુકી દીધાની કેફીયત આપતા પોલીસે બંને ચોરાઉ એકટીવા કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)