Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

૧લી ઓગસ્ટના ઇદુલ અદહા

કાલે ર૯ જીલકાદના ચંદ્રદર્શનની શકયતા નહીંવત હોઇ ૩૦ દિ' પૂરા થયા બાદ ગુરૂવારથી જીલ હજ્જ માસ શરૂ થવાની શકયતા

રાજકોટ તા. ર૦ :.. આગામી ૧લી ઓગસ્ટના દિવસે 'ઇદુલ અદહા' મનાવવામાં આવનાર છે. વર્ષમાં આવતી ત્રણ ઇદો પૈકીની આ બીજી ઇદ મુસ્લિમો ઉજવશે.

હમેંશા ઇસ્લામી પંચાગ ચંદ્રદર્શન આધારિત રહે છે ત્યારે હાલમાં મુસ્લિમ માસ જીલકાદ ચાલી રહયો છે. આ ૧૧ મા મહીનાની આજે સોમવારે ર૮ મી તારીખ છે અને હંમેશા મહીનાના ર૯મા કે ૩૦મા દિવસે સાંજે આકાશમાં ચંદ્ર દર્શન થાય છે. તે નિહાળ્યા પછી મહીનો બદલે છે.

એ મુજબ આવતીકાલે ર૯ મી જીલ્કાદ છે પરંતુ કાલે મંગળવારે ચંદ્રદર્શન થવાની કોઇ શકયતા નહીં હોય તા. રર ના બુધવારે ૩૦ જીલ્કાદ પુરા થવાનો પુરો નિર્દેશ હોઇ આગામી માસ જીલહજ ગુરૂવારથી શરૂ થશે જેના લીધે ૧૦ મી જીલહજ તા. ૧ ઓગસ્ટ શનિવારે થનાર હોવાનો વર્તારો હોઇ એ દિવસે ઇદુલ અદહા મનાવવામાં આવશે તેવા પૂરા સંજોગો છે.

દરમિયાન આગામી ૩-૪ મહિનામાં મુસ્લિમ ભાઇ-બહેનો માટે મહત્વના પ્રસંગો આવી રહ્યા છે. ઇદુલ અદહાના બરાબર ૧ મહિના પછી મહોરમ મહિનામાં તાજીયા આવશે, જે પયગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસેન સાહેબની સ્મૃતિમાં બનાવાય છે.

આ પછી બરાબર ર મહિના બાદ પયગંબર સાહેબની જયંતિ 'ઇદે-મિલાદ' આવી રહેલ છે.

(2:54 pm IST)