Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

અનુ.જાતિ સમાજના અધિકારી અંગે કાલે મીટીંગ

રાજકોટઃ દેશમાં પ્રર્વતી રહેલી સામાજીક અસમાનતા ભેદને મીટાવવા માટે ભારતીય બંધારણ દ્વારા કેન્દ્ર તથા રાજય સરકારને અનુ.જાતિ, અનુ.જન જાતિ તથા પછાત વર્ગ માટે અલાયદા કાયદા કરી શકાશે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે.

આવા મુળભુત અધિકારોની લડત માટે સરકાર સમક્ષ રજુઆતો કરવા તેમજ આવા બંધારણીય અધિકારોનું જતન કરવા માટે સરકાર સમક્ષ રજુઆતો કરવા તેમજ અનુ.જાતિનું સામાજીક સંગઠનાત્મક બંધારણ ઘડવા તથા સમાજમાં રાજકીય, સામાજિક, આર્થિક વિકાસ લક્ષી આદાન- પ્રદાન અંગેની મીટીંગનું આયોજન સમસ્ત રાજકોટ શહેર તથા જીલ્લા અનુ.જાતી દ્વારા રાજકોટ શહેર જીલ્લામાં વસતા અનુ.જાતિના રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો તથા અનુ.જાતિ સમુદાયના રાજકોટ શહેર જીલ્લામાં વસવાટ કરતા લોકોને તા.૨૧ રવિવારે સાંજે ૪ કલાકે  ડો.આંબેડકર ભવન, ગૌતમનગર, લક્ષ્મીના નાલા પાસે, નાના મોવા મેઈન રોડ ખાતે હાજર રહેવા અનુ.જાતિ સમુદાયના ડી.ડી.સોલંકી, રમેશ એમ.મુછડીયા, સંકેતભાઈ રાઠોડ, પ્રવિણભાઈ પરમાર અને જયસુખભાઈ સોલંકીની સંયુકત યાદીમાં જણાવાયુ઼ છે.

(3:36 pm IST)