Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

કલેકટર તંત્ર દર વર્ષે રર૦૦ હોર્સ પાવર વાપરે છે...

લોકમેળામાં વીજતંત્ર ૯૦ કિલો વોટના ર૦ કનેકશન આપશે

બેડીનાકા સ્ટાફ દ્વારા તૈયારીઓ શરૃઃ રેસકોર્સ મેદાનમાં કુલ ૧૩ ટ્રાન્સફોર્મરમાં બે ફીડરનો પાવર આવશે : મેળા દરમિયાન જીઇબીનો ખાસ કન્ટ્રોલ રૂમઃ દરેક ટ્રાન્સફોર્મર ઉપર રાઉન્ડ ધ કલોક વીજ સ્ટાફ તૈનાત રહેશેઃ ઇજનેરોની પણ ર૪ કલાક ડયુટી

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ કલેકટર તંત્ર લોકમેળની તૈયારીઓ કરી રહ્યું છે તો વિજ તંત્ર લોકમેળામાં પાવર આપવા અંગે તૈયારીઓ કરી રહ્યું છે.

આજે બેડીનાકા સબ ડીવીઝનના ડે. ઇજનેર શ્રી કોશીયાએ 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે, હજુ કલેકટર તંત્ર તરફથી પાવર ડીમાન્ડ અંગે અરજી મળી નથી, પરંતુ અમે અમારી તૈયારી કરી લીધી છે.

શ્રી કોશીયાએ ઉમેર્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળામાં ૯૦ કિલો વોટનું એક એવા ર૦ જેટલા વીજ કનેકશન અપાશે, આ માટે રેસકોર્સ મેદાનમાં કુલ ૧૩ ટ્રાન્સફોર્મર છે, અને ત્યાંથી કનેકશન આપી દેવાશે.

રેસકોર્સ મેદાનમાં વીજ પાવર બે ફીડરમાંથી આવશે, આ માટે જંકશન ફીડર અને હોસ્પીટલ ફીડર બંને ચેક કરી લેવાયા છે.લોકમેળો તા. રર ઓગસ્ટથી શરૂ થશે, આ રર થી ર૬ દરમિયાન જીઇબીનો સ્પેશયલ કન્ટ્રોલ રૂમ રહેશે, અને ત્યાં ઇજનેરો તથા લાઇન સ્ટાફની રાઉન્ડ ધ કલોક ડયુટી રહેશે, આ ઉપરાંત તમામ ૧૩ ટ્રાન્સફોર્મર ઉપર પણ બે-બે લાઇન સ્ટાફની રાઉન્ડ ધ કલોક ડયુટીનું આયોજન કરાયું છે.

અત્રે એ નોંધનીય છે કે ૯૦ કિલો વોટ એટલે ૧રપ હોર્સ પાવર થાય, પાંચ દિ' માં રોજનો રર૦૦ હોર્સ પાવર કલેકટર તંત્ર વાપરી રહયું છે, અને ૧૦ થી ૧ર લાખનું બીલ ભરે છે, આ વખતે બીલ વધે તેવી પણ શકયતા છે.

(3:33 pm IST)