Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ગોંડલ સંપ્રદાયના ઈતિહાસમાં પૂ.સુમતિબાઈ મ.સ.આદિ સતિજીઓએ સૂવર્ણ પૃષ્ઠ ઉમેર્યુ : ચાતુર્માસ પાખીને દિવસે જ નેમીનાથ-વિતરાગ સંઘમાં ચાતુર્માસ પ્રવેશ...

નેમિનાથ - વીતરાગ સ્થા.જૈન સંઘ આ વર્ષે ચાતુર્માસથી વંચિત રહી જાય તેવા સંયોગો સર્જાયેલ

રાજકોટ નેમિનાથ - વીતરાગ સંઘમાં પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના પૂ.વીમળાજી મ.સ.,પૂ.પદ્દમાજી મ.સ.તથા પૂ.જીજ્ઞાજી મ.સ.નુ ૨૦૧૯ નું ચાતુર્માસ નક્કી થયેલ.સંઘમાં રીનોવેશન કરવાની વાતચીત ચાલી એટલે સંઘે પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ને કહ્યું કે સંઘમા નૂતનીકરણનું કાર્ય હાથ ઉપર લેવાનું છે.અત્રે સર્વવિદીત છે કે સ્થાનકવાસી સમુદાયમાં ક્ષેત્રો વધતાં જાય છે અને સંત - સતિજીઓ મર્યાદિત છે.અનેક સંઘોની વિનંતી હોવાથી પૂ.ધીરજમુનિ મ.સાહેબે પૂ.વીમળાજી મ.સ.આદિ સતિજીઓનું ચાતુર્માસ ગાંધીનગર ઉદ્દદ્યોષિત કરી દીધું. આ બાજુ નેમિનાથ - વીતરાગ સંઘની પ્રિમાઈસીસ એરપોટ નજીક આવતી હોવાથી હાઈ રાઈઝ - મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ માટે પરમીશન મળે તેમ ન હોવાથી સંઘે રીનોવેશનનું કાર્ય મૂલતવી રાખ્યું. હવે ચાતુર્માસમાં કોણ પધારશે તે ચિંતા સંઘને થવા લાગી.

ચાતુર્માસમાં પૂ.સંત - સતિજીઓના લાભથી વંચિત રહી જાય તેવા સંયોગો સર્જાયેલ.સંઘના પ્રમુખ ભરતભાઇ દોશીએ પૂ.જશ - ઉત્ત્।મ - પ્રાણ પરીવારને તથા ગોંડલ સંપ્રદાયના અગ્રણીઓ સહિત ચતુર્વિધ સંઘને વારંવાર વિનંતી કરેલ પરંતુ દરેક સાધુ- સાધ્વીજીઓના ચાતુર્માસ અગાઉથી નક્કી થઈ ગયેલ છે તેવો પ્રત્યુત્ત્।ર મળતો.ભરતભાઇ આ કાર્ય માટે મુબંઈથી લઈ છેક કોલકત્ત્।ા પૂ.નમ્રમુનિ મ.સા.પાસે વિનંતી કરવા ગયા.એક બાજુ સાંપ્રદાયિક વ્યવસ્થા નિભાવવા સહકાર આપવાનો અને બીજી બાજુ ક્ષેત્રમાં સંત - સતિજીઓનો વિરહ ન પડે તે પણ ખ્યાલ રાખવાનો. જો કે શાસન ચંદ્રિકા પૂ.હીરાબાઈ - સ્મિતાજી મ.સ.એ કહેલું કે મોટા સ્વામીની નાદુરસ્ત તબિયત છે તેમ છતાં પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં અમો નેમિનાથ - વીતરાગ સંદ્યમાં પધારવાના ભાવ રાખીએ છીએ.સંદ્યને આશ્રાસન સાથે હિંમત મળી.

એક શ્રાવકે ભાવ રજૂ કર્યા કે જો શેઠ ઉપાશ્રયમાં બીરાજમાન પૂ.મહાસતિજીઓ તથા સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠનો રાજીપો હોય તો સદાનંદી પૂ.સુમતિબાઈ મ.સ.ના અમુક સાધ્વીજીઓનો નેમીનાથ - વીતરાગ સંઘમાં લાભ મળી શકે એમ છે.પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.નો સદાનંદી પૂ.સુમતિબાઈ ઉપર સંદેશો આવ્યો કે ગુરુ પ્રાણના સંસ્કાર છે અને તમારા જ વડીલ ભગીનિ સ્વ.પૂ.ભદ્રાબાઈ સ્વામી આદિ ૯ થાણા ત્રણ - ત્રણ સંઘોમાં ચાતુર્માસ કલ્પનો લાભ આપી શાસન પ્રભાવના કરી શ્રેષ્ઠ કાર્ય કરતાં. જો આપને શરીરાદિની અનુકૂળતા હોય તો નેમિનાથ - સંઘનું અણીના સમયે ચાતુર્માસ સાચવી લેવા જેવું છે.

 શેઠ ઉપાશ્રયના ચેરમેન ચંદ્રકાન્તભાઈ શેઠે ખૂબ જ સુંદર અનુકરણીય અને સરાહનીય સહયોગ આપ્યો. સંઘ પ્રમુખ ભરતભાઇ દોશીએ મનોજ ડેલીવાળાને માહિતી આપતા જણાવ્યું કે અમારા શ્રી સંદ્યમાં લગભગ ૫૫૦ આસપાસ કુટુંબ વસે છે.ખૂબ ભાવ ભકિત સભર ક્ષેત્ર રહેલુ છે.આ જ ક્ષેત્રમાથી અનેક આત્માઓ સંયમ ધર્મનો સ્વીકાર કરી જિન શાસનને શોભાવી રહ્યાં છે.

જે મળેલુ હોય અને એમાંથી આપે એની મહાનતા વધારે રહેલી છે.શેઠ ઉપાશ્રયને આંગણે પૂ.સુમતિબાઈ મ.સ.આદિ ઠાણા ૬ નું ચાતુર્માસ મળેલ.  છ એ ઠાણાનો ચાતુર્માસ ધર્મોલ્લાસ સાથે પ્રવેશ પણ થઈ ગયેલ.  શેઠ ઉપાશ્રયે બીરાજમાન સર્વે પૂ.સતિવૃંદે કહ્યું કે ગુરુ અને ગુરુણી મૈયા જે આજ્ઞા કરશે તે અમોને શિરોમાન્ય છે.

સાધક બેલડી ડો.પૂ.સુજીતાજી અને પૂ.અંજીતાજી મ.સ.ને ચાતુર્માસ કલ્પ માટે આજ્ઞા થઈ.કોઈએ કલ્પના પણ નહીં કરી હોય અને ચાતુર્માસ પાખીના બપોરના પૂ.મહાસતિજીનો ગુપ્ત ચાતુર્માસ કલ્પાર્થે પ્રવેશ થઈ ગયો. ઈતિહાસ એટલે શું ? તો કહેવાય છે કે ઈતિહાસ એટલે આમ થયુ'તુ... ખરેખર,આ પ્રસંગ ગોંડલ સંપ્રદાયના ઈતિહાસમાં સૂવર્ણ અક્ષરે આલેખાશે. પૂ.ગુરુવર્યો,પૂ.મહાસતિજીઓ,સંપ્રદાયના અગ્રણીઓ ચંદ્રકાન્તભાઈ શેઠ,પ્રવિણભાઈ કોઠારી,ઈશ્વરભાઈ દોશી વગેરે તથા સંદ્ય પ્રમુખ ભરતભાઇ દોશી,પેટરબારના ટ્રસ્ટી દિલેશભાઈ ભાયાણી સહિત ચતુર્વિધ સંદ્યના અનેક સદ્દસ્યો અભિનંદનના અધિકારી છે.નેમિનાથ - સંઘમા પ્રાર્થના, પ્રવચન, પ્રતિક્રમણ, તપ - જપ સહિતના અનુષ્ઠાનોમાં વિશાળ પ્રમાણમાં લાભ લઈ મહા મહેનતથી પ્રાપ્ત થયેલ ચાતુર્માસને શ્રાવક - શ્રાવિકાઓ ધર્મ કરણીથી દિપાવી રહ્યાં છે. તેમ મનોજ ડેલીવાળા (૯૮૨૪૧ ૧૪૪૩૯) એ જણાવેલ.

(2:36 pm IST)