Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

કલેકટર તંત્ર દ્વારા વિવિધ જાહેરનામાઃ ટોલટેક્ષ-બોર કૂવા-મકાન ભાડે-એસટીડી-પીસીઓ અંગે આદેશો

રાજકોટ, તા. ર૦ : રાજકોટ કલેકટર તંત્ર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પડાયા છે. એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ જાહેરનામા અંગે કરેલા આદેશોમાં વાહન ચાલકોએ ટોલનાકા પર ઉપર ફરજીયાત ટોલટેક્ષ ચૂકવવો પડશે.

બીજા જાહેરનામામાં ખૂલ્લા બોરકુવા ઉપર ફરજીયાત બોરકેપ લગાવવાના રહેશે.

આ ઉપરાંત રાજકોટ જીલ્લામાં મકાન ભાડે આપતા પહેલા સબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે અને એસટીડી પીસીઓ ધારકો માટે ફરજીયાત રજીસ્ટર નિભાવવાનું રહેશે.

(2:35 pm IST)