Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

તંત્રનો ભગો : પાઇપલાઇન ઉપર બીજી પાઇપલાઇન !

વોર્ડ નં. ૧ના નાગેશ્વર પાર્કમાં ૧૫૦ કરોડના કામ બેદરકારી છતીઃ મ્‍યુ.કમિશ્‍નરે રિપોર્ટ માંગ્‍યો

રાજકોટ,તા. ૨૦ : શહેરના સીમાડા વધવાની સાથે તંત્ર દ્વારા પણ મુળભૂત જરૂરીયાતો પુરી પાડવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મુખ્‍યત્‍વે પીવાના પાણીની લાઇન, ગટરો, રોડ-રસ્‍તાઓનો સમાવેશ થાય છે.

થોડા સમય પહેલા જ નગરપાલીકામાં ભળેલ નવા વિસ્‍તાર નાગેશ્વરમાં ગત મહિને પાણીની ડીઆઇ લાઇનનું ખાતમુહૂર્ત વોર્ડ નં. ૧માં કરવામાં આવ્‍યુ હતું. જેમાં અત્‍યાર સુધીમાં ૪૫૦ મીટરની એક લાઇન નાખવામાં ૨૫૦ મીટરનું કામ કરવામાં આવ્‍યુ હતું.

દોઢેક કરોડના કામમાં ૨૫૦ મીટર સુધીનું લાઇનનું કામ પુરૂ થયા પછી કોન્‍ટ્રાકટરને ખબર પડી કે નીચે તો અન્‍ય લાઇન જાય છે. હવે આ લાઇનને ઉખેડીને સાઇડમાં નાખવામાં આવી રહી હોવાનું વિસ્‍તારવાસીઓને ફરિયાદ કરતા તંત્ર સફાળુ જાગ્‍યુ હતું.

સમગ્ર મામલાની જાણ થતા મ્‍યુ.કમિશ્‍નર અમિત અરોરાએ રિપોર્ટ માંગ્‍યો છે. બે ભાગના કામમાં એક ભાગમાં જ પાણીની લાઇન બીછાવવાનું શરૂ થયુ હતું. ત્‍યાં જ નીચે અન્‍યલાઇન હોવાનું જાણમાં આવ્‍યુ હતું. આ મામલે તંત્રએ એજન્‍સીને પેમેન્‍ટ નહીં કરવામાં આવે તેમ જણાવ્‍યુ હતું.

(5:08 pm IST)