Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજકોટ જીલ્લામાં દરેક તાલુકામાં ધીમે ધીમે વાવણી શરૂ : કુલ ૧ લાખ ૫૫ હજાર હેકટરમાં વાવેતર થયાનો નિર્દેશ

૭૩૨ હેકટરમાં સોયાબીનનું વાવેતર કરતા ધરતીપુત્રોઃ ખેતીવાડી અધિકારી રાઠોડે આપેલી માહિતી : મગફળીનું ૭૮ હજાર હેકટરમાં¬ વાવેતર

રાજકોટ તા. ૨૦  : રાજકોટ જિલ્લામાં ધીમે-ધીમે વરસાદી માહોલમાં ખેડુતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર શરૂ કરાયું છે. અત્‍યાર સુધીમાં ખરીફ પાકમાં જિલ્લાના અગીયાર તાલુકામાં કુલ ૧,૫૫,૬૪૪ હેકટર વિસ્‍તારમાં વાવેતર થયું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડી.જી.રાઠોડે જણાવ્‍યું છે.
શ્રી રાઠોડનાં જણાવ્‍યા મુજબ ચાલુ ખરીફ મોસમમાં તા.૧૭ જૂન સુધીમાં મગફળી - ૭૮૫૨૬ હેકટર, કપાસ (પિયત)૭૨૯૦૨ હેકટર,શાકભાજી ૧૬૪૭ હેકટર, ધાસચારો ૧૫૪૪ હેકટર ઉપરાંત ૭૩૨ હેકટરમાં સોયાબીનનું વાવતેર કરાયું છે. જિલ્લાનો છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નોર્મલ વાવેતર વિસ્‍તાર ૫,૩૩,૬૫૦ હેકટર નોંધાયો છે. તેમ પણ શ્રી રાઠોડે ઉમેર્યુ હતું.

 

(5:14 pm IST)