Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

જિલ્લા પંચાયતના પદાધિકારીઓના લોકદરબારમાં આજે'ય કાગડા ઉડયા

માત્ર ૩ પ્રશ્નો આવ્‍યાઃ પદાધિકારીઓ થોડીવાર બેસી રવાના

રાજકોટ, તા., ર૦: જિલ્‍લા પંચાયતમાં ચુંટાયેલી પાંખ શીથીલ થઇ જતા પાર્ટીના જિલ્લા પ્રભારીની ટકોર મુજબ દર સોમવારે  લોકદરબાર યોજવાનું નક્કી થયું છે. ગયા સોમવારે પ્રથમ લોકદરબારમાં ૪ પ્રશ્નો રજુ થયેલ. આજે બીજા સોમવારે ૩ પ્રશ્નો આવ્‍યા હતા. પદાધિકારીઓના લોકદરબારને  ધારણા મુજબ પ્રતિસાદ મળતો નથી.
આજના લોકદરબારમાં  પ્રમુખ ભુપત બોદર, ઉપપ્રમુખ સવિતાબેન સામાણી, બાંધકામ અધ્‍યક્ષ પી.જી.કયાડા, સિંચાઇના અધ્‍યક્ષ જયંતીભાઇ બરોચીયા સહીત ગણ્‍યાગાઠયા સભ્‍યો હાજર રહયા હતા. અરજદારોની રાહ જોતા પદાધિકારીઓ અડધી કલાક જેટલો સમય બેસી મુખ્‍યમંત્રીની વિડીયો કોન્‍ફરન્‍સમાં હાજરી આપવાનું કારણ આપી જતા રહયા હતા. પુર્વ જાહેરાત મુજબના લોકદરબાર છતાં અરજદારો ડોકાતા નથી તેનો અર્થ એવો થાય કે કાં તો પંચાયતમાં પ્રશ્ન નથી અથવા હોય તો લોકોને રજુ કરવામાં રસ નથી.

 

(4:59 pm IST)