Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્‍ડેશન દ્વારા કાલે વિશેષ યોગા કાર્યક્રમ

રાજકોટ,તા. ૨૦ : મહાનગરપાલિકા આયોજીત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન તથા સભ્‍યો અને સભ્‍ય પરિવારજન સાથે જોડાનાર છે. કાલે સવારે ૬ થી ૭ વાગ્‍યા દરમ્‍યાન ગાંધી મ્‍યુઝીયમ, આલ્‍ફેડ હાઇસ્‍કુલ, જવાહર રોડ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ નિમિતે ખાસ કાર્યક્રમ યોજાનાર છે.
ઉલ્લેખનીય છે કે ટાઇપ-૧ ડાયાબિટીસમાં ઇન્‍સ્‍યુલીન સાથે વ્‍યાયામ ખાસ જરૂરી છે. ત્‍યારે આ કાર્યક્રમમાં જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન શહેરના સભ્‍યો અને પરિવારજનોને જોડાવવા અપુલ દોશીએ એક યાદીમાં જણાવેલ છે.

 

(4:58 pm IST)