Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજકોટમાં કોરોનાના ૪૪ દર્દીઓ સારવાર હેઠળ

ગઇ કાલે USAથી પરત આવેલ ૩ વર્ષીય બાળકી સહિત ૧૦ કેસ નોંધાયાઃ કુલ આંક ૬૩,૭૯૪એ પહોંચ્‍યો : બપોર સુધીમાં શુન્‍ય કેસ

રાજકોટ,તા.૨૦: સમગ્ર વિશ્વમાં છેલ્લા અઢી વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉંચકયુ છે ત્‍યારે શહેરમાં દરરોજ ૩થી૧૦ ની વચ્‍ચે કેસ નોંધાય રહ્યા છે. છેલ્લા બે દિવસમાં એટલે કે શનીવારે ૩, રવિવારે ૧૦ સહિત કુલ વધુ ૧૩ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. હાલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

 આ અંગે મનપાના આરોગ્‍યવિભાગના સતાવાર સુત્રોમાંથી મળતી વિગત મુજબ ગઇ કાલે ૧૦ કેસ નોંધાયા છે. જેમાં મનહરપુરમાં ૭૫ વર્ષીય વૃધ્‍ધા, સાધુ વાસવાણી રોડ પરના ૨૮ વર્ષીય યુવાન (મુંબઇની ટ્રાવેલ હિસ્‍ટ્રી), કેવડાવાડીના ૫૪ વર્ષીય પુરૂષ તથા સાધુવાસવાણી રોડ વિસ્‍તારમાં USAથી પરત આવેલ ૩ વર્ષીય બાળકી, ગાંધીગ્રામમાં ૩૭ વર્ષીય યુવાન (જામનગરની ટ્રાવેલ હિસ્‍ટ્રી), દોશી હોસ્‍પિટલ વિસ્‍તારમાં ૪૫ વર્ષીય મહિલા તથા ૨૧ વર્ષીય, લક્ષ્મીવાડી વિસ્‍તારમાં ૫૫ વર્ષીય પુરૂષ તેમજ નાંલદા પાર્ક ૩૦ વર્ષીય મહિલા (દ્વારકાની ટ્રાવેલ હિસ્‍ટ્રી), ભકિતનગર વિસ્‍તારમાં ૬૬ વર્ષીય પુરૂષના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે.

મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં શુનય કેસ નોંધાયો છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૩,૭૯૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૬૩,૨૫૧દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૩૯૦ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૭૨ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૩૮,૨૨૪ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૪૭ ટકા થયો છે. રિકવરી રેટ ૯૯.૧૪ ટકાએ પહોંચ્‍યો છે. ગઇકાલે ૩ દર્દીઓ સાજા થયા છે.

(4:51 pm IST)