Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ઓમ ડીવાઇન યોગા ફાઉન્‍ડેશન દ્વારા મોરબી રોડ ઉપર આશ્રમ બનશેઃ કાલે યોગ દિન ઉજવાશે

મેડીટેશન હોલ, નેચરોથેરાપી સેન્‍ટર, ગૌશાળા નિર્માણ પામશેઃહાલ બાંધકામ ચાલુ

રાજકોટઃ આવતીકાલે ૨૧મી જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી ઓમ ડીવાઇન યોગા ફાઉન્‍ડેશન અને યોગચાર્ય અજય મકવાણા  દ્વારા સવારે ૬.૪૫થી ૮.૧૫ સુધી શ્રી રામ ઝરૂખા મંદિર (કોઠારીયા નાકા)ખાતે કરવામાં આવશે.

ઉકત સંસ્‍થાના આગેવાનોએ જણાવેલ કે મોરબી રોડ ઉપર ઓમ ડીવાઇન યોગા ફાઉન્‍ડેશનનું ૧૦ હજાર સ્‍કેવર ફુટ જગ્‍યામાં આશ્રમનું નિર્માણ પામી રહ્યું  છે. આશરે એકાદ વર્ષમાં બાંધકામ પૂર્ણ થઇ જશે. જયાં મેડીટેશન હોલ, નેચરોપેથી સેન્‍ટર, ગૌશાળા, શ્રીકૃષ્‍ણ મંદિર તેમજ ઔષધી યુકત વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

આવતીકાલના યોગના કાર્યક્રમમાં હાજર રહેનાર સાધકોને પ્રમાણપત્ર ભેટ આપવામાં આવશે. વધુ માહિતી માટે મો. ૯૪૨૯૭ ૮૬૮૯૧/ ૯૮૭૯૬ ૨૯૯૯૧ ઉપર સંપર્ક કરવો.  આયોજનમાં રમેશભાઇ રાણપરા, સંજયભાઇ શાહ, જીમ્‍મીભાઇ મહેતા, વિજયભાઇ ચૌહાણ, કુસુમબેન જાની, કિરણબેન રાણપરા અને કોમલબેન હિંગુ જોડાયા છે.

(4:48 pm IST)