Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ભાજપના પ્રભારીઓ જાહેર : રાજકોટ-૬૮માં પ્રદીપ વાળા, ૬૯માં લાલજી સોલંકી, ૭૦માં વસુબેન ત્રિવેદી,

લાલજીભાઇ સાવલિયા વાકાંનેરમાં: વલ્લભભાઇ દુધાત્રાને ધ્રાંગધ્રાની જવાબદારી

રાજકોટ તા. ર૦ : ભાજપ દ્વારા વિધાનસભા બેઠક દીઠ પ્રભારીઓ જાહેર કરવામાં આવ્‍યા છ સૌરાષ્‍ટ્રની ૪૮ બેઠકો માટે ચૂંટણી સુધીના પ્રભારી જાહેર થયા છે.જેમાં રાજકોટ શહેર જિલ્લાના નામ નીચે મુજબ છે.

રાજકોટ ૬૮     પ્રદીપવાળા

રાજકોટ ૬૯     લાલજી સોલંકી

રાજકોટ ૭૦     વસુબેન ત્રિવેદી

રાજકોટ ૭૧     ચંદ્રેશ પટેલ

જસદણ         ભગવાનજી કરગથિયા

ગોંડલ          હર્ષદ દવે

જેતપુર         વિનુ કથીરિયા

ધોરાજી         સંજય કોરડિયા

ટંકારા               ઘનશ્‍યામ ગોહિલ

ઉપરાંત રાજકોટના વલ્લભભાઇ દુધાત્રાને  ધ્રંગધ્રા, લાલજીભાઇ સાવલિયાને વાંકાનેર અને વિજય કોરાટને કેશોદ બેઠકની જવાબદારી સોપાયેલ છે.

જે તે મતક્ષેત્ર બહારના અથવા બહારના જિલ્લાના સિનિયર અગ્રણીને વિધાનસભા બેઠકના રભારી બનાવ્‍યા છે. જેને વિધાનસભા બેઠકના પ્રભારી બનાવાય તેને વિધાનસભા ટીકીટની આશા રાખવાની રહેશે નહિં તેમ પાર્ટીના વર્તુળો જણાવે છે જો કે પાર્ટીની જરૂર મુજબ  ગમે ત્‍યારે બાંધછોડ થઇ શકે છે.

સામાન્‍ય રીતે ચૂંટણી જાહેર થાય પછી પ્રભારી જાહેર થતા હોય છે. આ વખતે પ્રથમ વખત પાર્ટીએ ૬ મહિના અગાઉ પ્રભારી નિયુકત કરવાનું શરૂ કર્યું છે. પ્રભારીએ પોતાને સોંપાયેલ વિસ્‍તારમાં ચૂંટણીના પરિણામ સુધી ધ્‍યાન કેન્‍દ્રીત કરવાનું રહેશે. ભાજપની અને હરીફ પક્ષની ગતિવિધિ, કાર્યક્રમો, સંગઠન સુધી સંકલન, રાજકીય ઓપરેશન વગેરે પ્રભારીના કાર્યક્ષેત્રમાં આવશે.

પ્રભારીઓની નામાવલી

સુરેન્‍દ્રનગર

૧. દસાડા - રજની સંઘાણી

૨. લીંબડી - અનિલ ગોહિલ

૩. વઢવાણ - ગૌતમ ગોસ્‍વામી

૪. ચોટીલા - ગણપતસિંહ જાડેજા

૫. ધ્રાંગધ્રાં - વલ્લભ દુધાત્રા મોરબી

૬. મોરબી - દિલીપસિંહ ચુડાસમા

૭. ટંકારા - ઘનશ્‍યામ ગોહિલ

૮. વાંકાનેર - લાલજી સાવલિયા રાજકોટ

૯. રાજકોટ પુર્વ -  પ્રદિપ વાળા

૧૦. રાજકોટ પશ્ચિમ - લાલજી સોલંકી

૧૧. રાજકોટ દક્ષિણ - વસુબેન ત્રિવેદી

૧૨. રાજકોટ ગ્રામ્‍ય - ચંદ્રેશ પટેલ

૧૩. જસદણ - ભગવાનજી કરગટીયા

૧૪. ગોંડલ - હર્ષદ દવે

૧૫. જેતપુર - વિનુ કથીરીયા

૧૬. ધોરાજી - સંજય કોરડિયા જામનગર

૧૭. કાલાવાડ - નીલેશ ઉદાણી

૧૮. જામનગર ગ્રામ્‍ય - નિર્મળ સામાણી

૧૯. જામનગર ઉત્તર - હિરેન પારેખ (મોરબી)

૨૦. જામનગર દક્ષિણ - ચંદ્રેશ હેરમા

૨૧. જામજોધપુર - સુરેશ વસરા દ્વારકા

૨૨. ખંભાળિયા - નિલેશ ઓડેદરા

૨૩. દ્વારકા - હસમુખ હિંડોચા પોરબંદર

૨૪. પોરબંદર - મહેન્‍દ્ર પીઠીયા

૨૫. કુતિયાણા - ચીમન સાપરિયા જૂનાગઢ

૨૬. માણાવદર - દિલીપસિંહ બારડ

૨૭. જુનાગઢ - ડો.વિનોદ ભંડેરી

૨૮. વિસાવદર - અજય બાપોદરા ( પોરબંદર )

૨૯. કેશોદ - વિજય કોરાટ

૩૦. માંગરોળ - ગૌરવ રૂપારેલીયા ગીર સોમનાથ

૩૧. સોમનાથ - વિક્રમ ઓડેદરા

૩૨. તલાલા - જે કે.ચાવડા

૩૩. કોડિનાર - વી.વી.વઘાસીયા

૩૪. ઉના - કાળુ વિરાણી અમરેલી

૩૫. ધારી - હિંમત પડશાળા

૩૬. અમરેલી - રાજુ બાંભણીયા

૩૭. લાઠી - સી.પી.સરવૈયા

૩૮. સાવરકુંડલા - વિજય ભગત

૩૯. રાજુલા - ભરત મેર ભાવનગર

૪૦. મહુવા - ભરતસિંહ ગોહીલ ( ભાવનગર શહેર )

૪૧. તળાજા - અમોહ શાહ

૪૨. ગારીયાધાર - સુરેશ ધાંધલીયા

૪૩. પાલીતાણા - મયુર માંજરીયા

૪૪. ભાવનગર ગ્રામ્‍ય - વનરાજસિંહ ડાભી

૪૫. ભાવનગર પૂર્વ - રિતેશ સોની

૪૬. ભાવનગર પશ્‍તિમ- દિલીપ સેટા બોટાદ

૪૭. ગઢડા - યોગેન્‍દ્રસિંહ  ગોહિલ

૪૮. બોટાદ - દિલીપ પટેલ ( પૂર્વ જીલ્લા પ્રમુખ સુરેન્‍દ્રનગર)

(4:47 pm IST)