Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજકોટમાં આજથી ફરી વીજચોરી સામે ઝુંબેશઃ આજી-૧ અને આજી-ર વિસ્તારમાં દરોડાઃ ૪૮ ટીમો ત્રાટકી

રાજકોટઃ પીજીવીસીએલની કોર્પોરેટ ઓફીસની વીજીલન્સ ટીમો દ્વારા દરરોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરી સામે દરોડા ચાલુ રખાયા છે. આજે ભૂજ સહીતના ક્ષેત્રો ઉપરાંત ફરીથી આજથી ફરી ઝુંબેશ શરૂ કરાઇ છે. આજે ૧૧ કેવી ભગવતી પરા ફીડર, ૧૧ કેવી પીટીસી અને માર્કેટીંગ યાર્ડ ફીડરના આજી-૧ અને આજી-ર સબ ડીવીઝન  વિસ્તારમાં ૪૮ ટીમો સવારે ૮ વાગ્યાથી ત્રાટકી છે. જેમાં ભગવતીપરા, જયપ્રકાશનગર, ભગવતીપરા શેરી નંબર ૧ થી ર૦, ભગવતીપરા મેઇન રોડ, ગંજીવાડા, ચૂનારાવાડ ચોક, દુધસાગર રોડ ઉપર સઘન ચેકીંગ ચાલી રહયું છે. એક ડઝન ડાયરેકટ વીજ થાંભલાથી લેવાયેલ લંંગરીયા દ્વારા થતી ચોરી ઝડપી લેવાઇ છે. સંખ્યાબંધ  મીટરના પડીકા વાળી લેવાયા હતા.

(5:14 pm IST)