Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

મનહરપરામાં ફાયરીંગ કરનારા લાલા સહિત ૭ને કાયદાનું ભાન કરાવતી પોલીસઃ રિમાન્ડ મંગાયા

ઇમ્તિયાઝ ઉર્ફ લાલો, સદામ, ફારૂક, ઇરફાન, જાવીદ ઉર્ફ જાંબુ, ઇમરાન ઉર્ફ ઇમલો, શાબીર ઉર્ફ શબાની આકરી પુછતાછ

રાજકોટઃ ભાવનગર રોડ પર મનહરપરામાં દૂધ સાગર રોડ વિસ્તારના નામચીન ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખુભાઇ રાઉમા તથા તેની ટોળકીએ મોહસીન ઉર્ફ ચીનલો કુરેશી અને તેના મિત્ર તોૈફિક પર ફાયરીંગ કરી ધમકી દઇ તેમજ શેરીના વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવી ફિલ્મી ઢબે ગુંડાગીરી આચરી ભય ફેલાવનારા સાત શખ્સો ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખુભાઇ રાઉમા (ઉ.૨૮-રહે. દૂધ સાગર રોડ રિધ્ધી સિધ્ધી સોસાયટી ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. ૧૦૩૯), સદામ ઉર્ફ મસ્તાન મહેબુબભાઇ ભુવર (ઉ.૨૦-રહે. ગંજીવાડા-૨૦), ફારૂક ઉર્ફ જમાલ સલીમભાઇ મૈણ (ઉ.૨૦-રહે. દૂધ સાગર રોડ માજોઠીનગર), ઇરફાન ભીખુભાઇ રાઉમા (ઉ.૨૬-રહે. રિધ્ધી સિધ્ધી સોસાયટી-૪), જાવીદ ઉર્ફ જાંબુ ઇબ્રાહીમભાઇ દાઉદાણી (ઉ.૨૨-દૂધસાગર રોડ ગુ.હા. બોર્ડ શેરી-૩), ઇમરાન ઉર્ફ ઇમલો હનીફભાઇ કંડીયા (ઉ.૨૯-આકાશદીપ-૧૦) તથા શાબીર ઉર્ફ શબો ઇકબાલભાઇ અબ્બાસી (ઉ.૨૧-રહે. દૂધ સાગર રોડ આકાશદીપ સોસાયટી)ની ગઇકાલે ધરપકડ કરી હતી. તેની પાસેથી દેશી પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જી.એમ. હડીયા, પીએસઆઇ પી. ડી. જાદવ, અજીતભાઇ, કેલ્વીનભાઇ, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, વિજયભાઇ મેતા, યુવરાજસિંહ રાણા, સહદેવસિંહ જાડેજા, નરસંગભાઇ ગઢવી, કનુભાઇ ઘેડ, વિક્રમભાઇ ગરચર, જયદિપભાઇ ધોળકીયા સહિતની ટીમે આરોપીઓને પકડ્યા હતાં. આ તમામની આગવી ઢબે પુછતાછ કરી કાયદાનું ભાન કરાવાયું હતું. ડીસીપી પ્રવિણકુમાર, એસીપી રાઠોડની રાહબરીમાં પીઆઇ હડીયા, પીએસઆઇ જાદવ અને ટીમ વધુ તપાસ કરે છે. આ સાતેય શખ્સોની વિશેષ પુછતાછ કરવાની હોઇ ત્રણ દિવસના રિમાન્ડ મંગાયા છે.

(2:53 pm IST)