Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

નાના મવા રોડ પર ફલેટમાંથી ચાર મહિલા અને જંગલેશ્વરમાંથી ત્રણ જુગાર રમતા પકડાયા

તાલુકા પોલીસે નીલમ, રીયા, રેખા, હિરાબેન અને ભકિતનગર પોલીસે પ્રવિણ, અજીજ અને મહેશને ઝડપી લીધા

રાજકોટ તા. ર૦: નાનામવા રોડ પર સદ્દગુરૂ સાનીધ્ય એપાર્ટમેન્ટના ફલેટમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસે દરોડો પાડી ચાર મહિલાને તથા જંગલેશ્વરમાં ભકિતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડ કોન્સ. વિજયગીરિ, વિરેન્દ્રસિંહ, ભગીરથસિંહ, છત્રપાલસિંહ, અરજણભાઇ, હર્ષરાજસિંહ, મનીષભાઇ, મહેશભાઇ અને દિપકાબેન સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નાના મવા રોડ સત્ય સાંઇ હોસ્પિટલ પાસે પાવન પાર્કની સામે આવેલા સદ્દગુરૂ સાનીધ્ય એપાર્ટમેન્ટ બી વીંગ ફલેટ નં. ૩૦૩માં દરોડો પાડી જુગાર રમતા ફલેટ માલીક નીલમ કિશોરભાઇ ચીતલીયા (ઉ.વ.૪૩) યુનિવર્સિટી રોડ સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટની રીયા જીતેન્દ્રભાઇ મીઠીયા (ઉ.વ. ૩ર) ફલેટ નં. ૧૦ના રેખાબેન ચંદ્રકાંતભાઇ ભીમજીયાણી (ઉ.વ.પ૦) તથા કૈલાશનગર શેરીન ં. પ માંથી હિરાબેન ચંદ્રકાંતભાઇ પોપટ (ઉ.વ.૬૦) ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧૧,૦પ૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

જયારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ફિરોઝભાઇ શેખ, સલીમભાઇ, રણજીતસિંહ તથા વાલજીભાઇ જાડા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે જંગલેશ્વર મેઇન રોડ પર હુસેની ચોક પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વાણીયાવાડી શેરી નં. ર ના પ્રવીણ પરસોતમભાઇ ઉર્ફે પ્રતાપભાઇ ધીનોજા (ઉ.વ.૭૦), અંકુર સોસાયટી મેઇન રોડ પરથી અજીજ આદમભાઇ સવાણ (ઉ.વ.પ૪) અને કોઠારીયા રોડ પર રહેતા મહેશ રતીલાલ શીંગાળા (ઉ.વ. ર૦) ને પકડી લઇ રૂ. ૧પ૬૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

(2:51 pm IST)