Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

વેરા શાખા દ્વારા ૯૬ મિલ્કતોને જપ્તી નોટીસઃ ૧.૪૩ કરોડ જમા

મનપાની મિલ્કત વેરા બાકીદારો સામે લાલ આંખ

રાજકોટ તા. ર૦ : મનપાની વેરા વસુલાત શાખા દ્વારા આજે ૮ મિલ્કતો સીલ કરી ૯૬ ને જપ્તીની નોટીસ આપી હતી. જયારે ૧.૪૩ કરોડની વસુલાત કરવામાં આવી હતી.

મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત વોર્ડ નં. ૧, ૧પ૦ ફુટ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. પ૦,૦૦૦, વોર્ડમાં ૪ માં લાતી પ્લોટ ર-યુનિટને નોટીસ બજાવેલ. સદ્ગુરૂનગરમાં ૩-યુનિટની નોટીસ બજાવેલ. વોર્ડ નં. પ માં બેડીપરામાં ૧-યુનિટ નોટીસ બજાવેલ., વોર્ડ નં. ૭ માં લાખાજી રોડ પર આવેલ ૧-યુનિટને નોટીસ આપેલ.વોર્ડ નં. ૮ કાલાવડ રોડ પર આવેલ સદ્ગુરૂ શોપીંગ સેન્ટર સેકન્ડ ફલોર ઓફીસ નં. ૪ ને સીલ કરેલ. કાલાવડ રોડ પર આવેલ ૧-યુનિટ સીલ.કેનાલ રોડ પર આવેલ ગાયત્રી ચેમ્બરમાં નોટીસ આપેલ. લક્ષ્મીવાડી રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ આપેલ.વોર્ડ નં. ૧પ માં નવા થરોળા વિસ્તારમાં  ૮૦ યુનિટને નોટીસ બજાવેલ. મધુરમ ઔદ્યોગિક વિસ્તારમાં ૩-યુનિટને નોટીસ  બજાવેલ હતી.આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇ. દ્વારા આસી. કમિશનર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:01 pm IST)