Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

મવડી પ્‍લોટના બે કારખાનામાં હાઇડ્રોલીક જેક, મોટરો ચોરી કરનાર વિજય અને કિરણને ક્રાઇમ બ્રાંચે પકડયા

પીઆઇ વાય. બી. જાડેજાની ટીમના પીએસઆઇ એન. ડી. ડામોર, યુવરાજસિંહ, અશોક ડાંગર, હિરેન સોલંકી, મહાવીરસિંહ ચુડાસમાની બાતમી પરથી ડિટેક્‍શન

રાજકોટ તા. ૨૦: મવડી પ્‍લોટ શેરી નં. ૯માં આવેલા બે કારખાનાઓમાંથી ગયા મહિને હાઇડ્રોલીક જેક, ઇલેક્‍ટ્રીક મોટરો મળી ૫૩ હજારની માલમત્તાની ચોરી થઇ હતી. આ ગુનામાં ક્રાઇમ બ્રાંચે વિજય ગોવિંદભાઇ ઉધરેજીયા (ઉ.૨૧-રહે. લોહાનગર, હાલ કુબલીયાપરા) તથા કિરણ ભાવસિંગ ઉધરેજીયા (ઉ.૩૨-રહે. લોહાનગર)ને પકડી લઇ મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

હેડકોન્‍સ. યુવરાજસિંહ ઝાલા, કોન્‍સ. અશોકભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, મહાવીરસિંહ ચુડાસમાની બાતમી પરથી ગોંડલ રોડ લોહાનગરમાંથી બંનેને દબોચી લેવાયા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજાની ટીમના પીએસઆઇ એન. ડી. ડામોર, જયદેવસિંહ પરમાર, પ્રદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી. વિજય અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાયો હતો.

(3:41 pm IST)