Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

દારૂના ગુનામાં ૮ માસથી ફરાર ભરત સોરાણીને ભક્‍તિનગર પોલીસે દબોચ્‍યો

બેડલાથી પકડી લેવાયોઃ અગાઉ દારૂ-મારામારીમાં સામેલ

રાજકોટ તા. ૧૯: ભક્‍તિનગર પોલીસના દારૂના ગુનામાં આઠ માસથી ફરાર ભરત પરષોત્તમભાઇ સોરાણી (ઉ.૨૮-રહે. બેડલા)ને તેના ગામની સીમમાંથી કોન્‍સ. મનિષભાઇ ચાવડા અને કોન્‍સ. વિશાલ દવેની બાતમી પરથી પીએસઆઇ એચ. એન. રાયજાદા તથા ટીમે પકડી લીધો હતો. આ શખ્‍સ અગાઉ કુવાડવાના મારામારી અને દારૂના ગુનામાં પણ સંડોવાયો હતો. પીઆઇ એમ. એમ. સરવૈયાની રાહબરીમાં કામગીરી થઇ હતી.

(3:31 pm IST)