Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

૭૮૯ કલાર્ક-તલાટીને નાયબ મામતલદાર તરીકે બઢતી

રાજકોટના સુનિલ સિંકર, નરેશ બાજપાઇ, જીતેન્દ્ર વ્યાસ, મનોજ ધામલિયા, પ્રવીણ રાઠોડ, દિશા ભાગીયા, સંજય કથીરિયા, મનુભા, જાડેજા, તુષાર દેવમુરારી, જીજ્ઞેશ ગોંડલીયા, જુનાગઢના હરેશ વરૂ, જામનગરના દિગ્વિજયસિંહ ગોહિલ, જીતેન્દ્ર ચાવડા, મોરબીના કિરણ રોય, અમરેલીના વિહારભાઇ ગઢીયા, દુષ્યંત બાપલ વગેરેનો સમાવેશ

રાજકોટ તા.૨૦: રાજ્યના મહેસૂલ વિભાગે કલેકટર કચેરીઓ સાથે સંકળાયેલા કલાર્ક અને મહેસૂલી તલાટી કક્ષાના વર્ગ૩ના ૭૮૯ કર્મચારીઓને વર્ગ૩માં નાયબ મામલતદાર તરીકે બઢતી આપી છે.

રાજકોટના સુનિલ સિંકર, નરેશ બાજપાઇ, જીતેન્દ્ર વ્યાસ, મનોજ ધામલિયા, પ્રવીણ રાઠોડ, દિશા ભાગીયા, સંજય કથીરિયા, મનુભા, જાડેજા, તુષાર દેવમુરારી, જીજ્ઞેશ ગોંડલીયા, જુનાગઢના હરેશ વરૂ, જામનગરના દિગ્વિજયસિંહ ગોહિલ, જીતેન્દ્ર ચાવડા, મોરબીના કિરણ રોય, અમરેલીના વિહારભાઇ ગઢીયા, દુષ્યંત બાપલ વગેરેનો સમાવેશ  થયેલ છે.

કલાર્ક કક્ષાએથી નાયબ મામલતદાર કક્ષાએ આટલી મોટી સંખ્યામાં બઢતી અપાયેલ હોય તેવું કદાચ રાજ્યમાં પ્રથમ વખત બન્યુ છે.  હવે  નાયબ મામલતદાર  કક્ષાએ સિનિયર થઇ ગયેલા કર્મચારીઓને મામલતદાર કક્ષાએ બઢતીની કાર્યવાહી થાય તેવી આશા છે.

(11:37 am IST)