Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગુરૂદેવના ચરણમાં ભોગ નહીં, ત્યાગ-વૈરાગ્યના ભાવો સમર્પિત કરોઃ પૂ. પારસમુનિ

ગોંડલમાં દાદા ગુરૂ પુણ્ય સ્મૂતિ મહોત્સવ તપ-ત્યાગથી ઉજવાયો

રાજકોટ તા. ર૦ :.. ગોંડલ સંપ્રદાયના ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા., સદ્ગુરૂ દેવ પૂ. પારસમુનિ મ.સા. એવં શાસનચંદ્રીકા પૂ. હીરાબાઇ મ.સા., પૂ. સ્મિતાબાઇ મ.સા. આદિઠાણાતથા સંઘાણી સંપ્રદાયના પૂ. ઉષાબાઇ મ.સા. આદિ સતીવૃંદના સુમંગલ સાનિધ્યમાં તા. ૧૯ ના ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘ ગોંડલના આંગણે દાદા ગુરૂ પુણ્ય સ્મૃતિ મહોત્સવ દાદા ડુંગરગુરૂની ૧૯૮ મી પુણ્યતિથી નિમિતે  તપ-ત્યાગ ભાવ-ભકિતથી ઉજવવામાં આવ્યો. એક કિલો મીટર લાંબી શોભાયાત્રા ગુરૂદેવના જયનાદ સાથે ડુંગર દરબારમાં પહોંચી હતી.પૂ. સુશાંતમુનિ મ. સાહેબે મંગલાચારણ કર્યા બાદ ડુંગરસિંહ સ્વામી અંતરયામીની ભકિતરૂપ સ્તુતિ બોલવામાં આવી બાલિકાઓએ સુંદર નૃત્ય દ્વારા તેમની ભકિત રજૂ કરી યુવા બાળકોએ સંવાદ દ્વારા ગુરૂ ભકિતનો મહિમા બતાવ્યો હતો.

પૂ. સ્મિતાબાઇ મ.સ. એ નિદ્રાવિજેતા આચાર્ય પૂ. ડુંગરસિંહજી સ્વામીનો જીવનવૃતાંત પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યો. લોકો મંત્રમુગ્ધ બન્યા માતા હીરબાઇ  અને કમળશીભાઇ બદાણીના પુત્રરત્ન, બેન વેલબાઇના વીરા, દીવબંદરમાં દીક્ષા, માંગરોળમાં જન્મ, ગોંડલમાં કાળધર્મ પામ્યા.

પાંચ વર્ષ નિંદ્રાનો ત્યાગ, સિધ્ધ પાદુડીયા તાડપત્રમાં એકાવતારી તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ તથા રમેશભાઇ ધડુક પધારેલા. મંત્રી દિલીપભાઇ પારેખે પધારેલ સર્વને આવકારેલા સંઘ પ્રમુખ પ્રવિણભાઇ કોઠારીએ સર્વનું સ્વાગત કરેલ. સર્વને દાદાગુરૂની ભકિતમાં અને શ્રધ્ધા અખંડ રાખવા જણાવેલ. ગોંડલ સંઘે સંપ્રદાયના અનેક ક્ષેત્રોમાંથી આવેલા સંઘો તેમજ રાજકોટથી આવેલ દસ બસના શ્રાવકોને આવકાર્યા હતાં. છેલ્લા પાંચ વર્ષથી પૂ. હીરાબાઇ મ.સા. દાદા ગુરૂદેવની વાર્ષિક પુનમ મહોત્સવમાં પધારે છે તેનો આભાર માનેલ. 

પૂ. પારસમુનિ મ.સાહેબે જણાવેલ કે, ગોંડલ સંપ્રદાયનું હેડ કવાર્ટર ગોંડલ સંઘ છે. દરેક સંઘોમાં ગોંડલ સંઘ મહત્વનું સ્થાન  ધરાવે છે. ગોંડલ દાદા ડુંગર ગુરૂની ગાદીનું સ્થાન-જયાં સાધનાના દિવ્ય વાઇબ્રેશન જો તમારામાં શ્રધ્ધા-ભકિત હોય તો આજે પણ અનુભવાય છે. પૂ. સ્મિતાબાઇ મ.સ. આદિ સતીવૃંદને તો ઘણીવાર એક અલગ દિવ્ય સુગંધનો અનુભવ થયો છે. અનેક લોકોના દુઃખ, દર્દ શ્રધ્ધાથી દૂર થયા છે, વિરોધીઓના વિરોધ તરફ દૃષ્ટિ ન કરતા સકારાત્મક કાર્યમાં આગળ વધવું. ઘણાનો સ્વભાવ જ વિરોધનો હોય.

જેમ કુતરાનો સ્વભાવ ભસવાનો છો. તો આપણો  સ્વભાવ હસવાનો હોવો જોઇએ. સદ્ગુરૂની ભકિત ભવપાર ઉતારનારી છે. દર પૂનમે દાદા ગુરૂના સાનિધ્યમાં બેસી જાવ આધિ. વ્યાધિ., ઉપાધિ દૂર થઇ જશે. ગુરૂદેવ નિંદ્રા વિજેતા હતાં. તમે કમ સે કમ નિંદા વિજેતા તો બનો. ગુરૂદેવ ધૂપ, દીપ, નૈવૈદ્ય, નહીં. પરંતુ આત્મામાં જે કંઇ પોતાનું નથી. તેવા કષાયો, વિષયો, વિભાવો આવી ગયા છે તે ગુરૂદેવના ચરણ-શરણમાં આવી ત્યાગ કરશો., ત્યાગનો સંકલ્પ કરવો. તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.

કૌશિકભાઇની ટીમે પોતાના સૂરીલા શબ્દો દ્વારા સૌને ભકિતથી ભીંજવેલ કાર્યક્રમ બાદ તુરંત ૧ર.૩૦ વાગ્યે ગોંડલથી વિહાર કરી પૂ. સુશાંતમુનિ મ.સા. પૂ. પારસમુનિ મ.સા. રાજકોટ રોયલ પાર્ક સંઘમાં પધારેલ. ત્યાં પૂ. ભદ્રાબાદ મ.સ. કાળધર્મ પામતા ઉગ્ર વિહાર કરી પધાર્યા. પૂ. મ.સ.ની પાલખી યાત્રા ૩.૩૦ કલાકે રોયલ પાર્ક સંઘથી નીકળેલ.

(4:22 pm IST)