Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગોકુલ હોસ્પિટલનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: ૧૯ બેડની અતિ આધુનિક હોસ્પિટલનો પ્રારંભ

હૃદયરોગ, કેન્સર, ઓર્થોપેડીક, પેટ, આંતરડા, લીવર, ન્યુરો - સ્પાઈન અને ક્રિટીકલ કેરની આધુનિક સારવાર હવે કુવાડવા રોડ ઉપર ગોકુલ હોસ્પિટલમાં ઉપલબ્ધ

રાજકોટ : હૃદયરોગ, કેન્સર, ઓર્થોપેડીક, જોઈન્ટ રીપ્લેસમેન્ટ, પેટ આંતરડા તથા લીવરના રોગો, ન્યુરો અને સ્પાઈન સર્જરી, ક્રિટીકલ કેર જેવા વિવિધ વિભાગો ધરાવતી ગોકુલ હોસ્પીટલ કુવાડવા રોડનું લોકાર્પણ તા. ૧૯ મે, ૨૦૧૯ રવિવારે સવારે ૧૦ કલાકે ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે ગોકુલ હોસ્પીટલના ચેરમેન શ્રી ડો. પ્રકાશ મોઢા (મો.૯૭૧૪૪૮૮૩૦૦), મેનેજીંગ ડાયરેકટર શ્રી જગજીવનભાઈ સખીયા (મો.૯૩૭૭૭ ૭૯૯૯૯) તથા બોર્ડ ઓફ ડાયરેકટર્સ અને વિશાળ સંખ્યામાં રાજકોટના નામાંકિત તબીબો, આગેવાનો અને મહાનુભાવો હાજર રહયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવેલ કે અત્યાર સુધી રાજકોટમાં ઉપલા કાંઠા તરીકે ઓળખાતા રણછોડનગર, કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ભાવનગર રોડ, ભગવતીપરા જેવા વિસ્તારોમાં સારી કહી શકાય તેવી તબીબી સેવાઓ ઉપલબ્ધ ન હતી. ગોકુલ હોસ્પીટલના લોકાર્પણથી આ વિસ્તારના ૯ લાખથી વધુ વ્યકિતઓને તેમના ઘરના નજીક ખૂબ સારી તબીબી સેવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે તેવી તેમણે આશા વ્યકત કરી હતી.

ડો. પ્રકાશ મોઢાએ જણાવેલ કે ગોકુલ હોસ્પીટલનું ધ્યેય સૌરાષ્ટ્ર કચ્છની સામાન્ય જનતાને સર્વશ્રેષ્ઠ તબીબી સેવાઓ સરળતાથી તેમજ પોષણક્ષમ ખર્ચથી સાંપડે તે માટે પ્રયત્નશીલ રહેવુ. આ ઉપરાંત લક્ષ્ય છે કે દરેક વ્યકિતની પહોંચમાં આંતરરાષ્ટ્રીય ધોરણની આરોગ્ય સંભાળ લાવવા, માનવતાના ફાયદા માટે, તબીબી શિક્ષણ, સંશોધન અને આરોગ્યની સંભાળમાં શ્રેષ્ઠતાની સિધ્ધીઓ અને જાળવણી માટે પ્રતિબધ્ધ રહેવું આ જ હેતુ થી ગોકુલ હોસ્પીટલની વધારાની શાખા કુવાડવા રોડ ખાતે શરૂ કરવાનો નિર્ણય લીધો.

ગોકુલ હોસ્પીટલ ખાતે ૧૯ બેડનું અતી આધુનિક સાધન સુવિધા ધરાવતું આઈસીયુ, કલાસ-૧૦૦ પ્રકારના ઓપરેશન થીયેટર, પેથોલોજી અને રેડીયોલોજી (૩ર સ્લાઈસ સીટી સ્કેન, સોનોગ્રાફી અને એકસરે)ની સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલમાં ગોકુલ હોસ્પીટલમાં ઉચ્ચતમ ડીગ્રી ધરાવતા અને તેમના કાર્યક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા ૩૦ થી વધુ ડોકટરોની ટીમ જોડાયેલી છે. કોઈપણ પ્રકારની મેડીકલ ઇમરજન્સી માટે મોબાઈલ નં.૭૯૦૦૧૦૮૧૦૮ ઉપર સંપર્ક કરવાથી ગોકુલ હોસ્પીટલ દ્વારા દર્દીને તેમના ઘરેથી અથવા અકસ્માતની જગ્યાએથી ગોકુલ હોસ્પીટલ સુધી જવા માટે એબ્યુલન્સની સુવિધા કરી આપવામાં આવશે.

ગોકુલ હોસ્પિટલમાં ડો. પ્રકાશ મોઢા, ડો. જીગરસિંહ જાડેજા, ડો.હિમાંશુ પરમાર, ડો.કૌશિક પટેલ, ડો.દુષ્યંત સાંકળીયા, ડો.નિરવ વાછાણી, ડો.મેજર રામક્રિષ્ના, ડો.વિરલ સંઘવી, ડો.તેજસ મોતીવરસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજા, ડો.તેજસ કરમટા, ડો.તુષાર બુધવાણી, ડો.જીગર ડોડીયા, ડો.હિરેન વાઢીયા, ડો.અંકિત માકડીયા, ડો.કાર્તિક સુતરીયા, ડો.તુષાર ભટ્ટી, ડો.ગીરીશ અમલાણી, ડો.ઉર્મિલ પટેલ, ડો.અચલ સરડવા, ડો.અંકિત વસોયા, ડો.ભરત વડગામા, ડો.હિરેન ભલગામીયા, ડો.હિરેન મોર સેવા આપશે.

પ્રસ્તુત તસ્વીરમાં ગોકુલ હોસ્પિટલનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી, ડો.પ્રકાશ મોઢા, જગજીવનભાઈ સખીયા સહિતના નજરે પડે છે.

(3:53 pm IST)