Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

જુનમાં ફનફેરઃ એકઝીબીશન કમ સેલ

બહેનો પગભર બને તે માટે જૈન સોશ્યલ ક્રિએટીવ ગ્રુપનું આયોજન : ડ્રેસ, સાડી, ઈમીટેશન, પાપડ, નાસ્તા સહિતના બહેનોના સ્ટોલઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને અંજલીબેન રૂપાણીના હસ્તે થશે ફનફેરનો પ્રારંભઃ સ્ટોલ માટે બૂકીંગ શરૂ

રાજકોટ,તા.૨૦: જૈન સોશ્યલ ક્રિએટીવ ગ્રુપ દ્વારા ઓપન રાજકોટના બહેનો માટે આયોજીત ફનફેરમાં એકઝીબીશન- કમ- સેલનું તા.૮ જુન થી ૧૦ જુન સુધી એમ ત્રણ દિવસ માટે ડો.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી (રેસકોર્ષ) ખાતે કરવામાં જેમાં કોઈપણ જ્ઞાતિના બહેનો ભાગ લઈ શકશે.

 સંસ્થાના પ્રમુખ પ્રફુલાબેન મહેતાએ જણાવ્યું હતું કે બહેનો ઘેર બેઠા ગૃહ ઉદ્યોગ કરે છે પણ તેની કોઈને જાણ નથી હોતી તેવા હેતુથી બેહેનોને આગળ આવવા માટે એક પ્લેટફોર્મ મળે અને તેના વ્યાપારની પણ જાણ થાય. તેવા ધ્યેય સાથે ફનફેરનું દરવર્ષે આયોજન કરવામાં આવે છે. જેમાં જે ઉદ્યોગ કરતા હોય જેમ કે ડ્રેસ, કુર્તી, સાડી, ચણીયા- ચોલી, ઈમીટેશન, સુકા નાસ્તા, પાપડ, ખાખરા, અથાણા, સરબત, હેન્ડીક્રાફટ વગેરે બહેનો ઉદ્યોગ કરતા હોય તે તમામ ભાગ લઈ શકશે. સ્ટોલના રૂ.૧ હજાર ફી રાખેલ છે. કુલ ૯૦ જેટલા સ્ટોલ રાખેલ છે.ઙ્ગબુકીંગ તા.૨૫ થી તા.૩૦ સુધીમાં કરાવી લેવું. સાથે સ્ટોઇ ડેકોરેશન માટે લક્કી ડ્રોમાં ઈનામ આપવામાં આવશે. કુલ ૧૧ લક્કી ડ્રો રાખેલ છે.

તા.૮જુનના સાંજે ૫ વાગે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ અને શ્રીમતિ અંજલીબેન વિજયભાઈ રૂપાણીના હસ્તે દિપપ્રાગટયવિધી થશે.

ફનફેર સ્ટોલનો સમય સવારે ૧૦થી રાત્રીના ૮:૩૦ સુધીનો રહેશે. જાહેરજનતા માટે એન્ટ્રી ફ્રી રાખેલ છે.

સ્ટોલના બૂકીંગ માટે  (૧) મનોજ ગીફટ, કાલાવડ રોડ મો.૯૮૨૪૧ ૧૪૪૩૯, (૨) પ્રમુખ- પ્રફુલાબેન મહેતા - મો.૯૪૨૮૮ ૯૦૨૭૭, આફ્રિકા કોલોની, (૩) મીનાબેન વસા- મો.૯૪૨૮૨ ૫૫૩૦૩, બાલમુકુંદ, નિર્મલા રોડ, (૪) બિન્દુબેન મહેતા- મો.૯૭૩૭૮ ૭૫૭૪૦ દિવાનપરા, (૫) કલ્પનાબેન પારેખ- મો.૯૪૨૪૫ ૭૯૮૪૯, વાણિયાવાડી ખાતે સંપર્ક કરવો.

આયોજનમાં કમિટિ મેમ્બરો પ્રફુલાબેન (પ્રમુખ), મીનાબેન વસા (મંત્રી), બીદુંબેન મહેતા (ઉપપ્રમુખ), ઈન્દીરાબેન ઉદાણી (સહમંત્રી), કલ્પનાબેન પારેખ (એડવાઈઝર), દર્શનાબેન મહેતા (જો.મંત્રી) અને પ્રીતીબેન ગાંધી (કમિટિ મેમ્બર) જોડાયા છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:52 pm IST)