Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

રાજકોટમાં રંગોલીપાર્ક આવાસ યોજના ક્વાર્ટરમાં અચાનક લિફ્ટ તૂટી : ત્રણ બાળકોનો બચાવ

14 માળની બિલ્ડિંગમાં ચોથા માળેથી ચાર બાળકો લિફ્ટ બહાર નીકળ્યાને મોટો ધડાકો

રાજકોટ : શહેરના કાલાવડ રોડ પર આવેલા રંગોલીપાર્ક આવાસ યોજના ક્વાર્ટર્સમાં અચાનક લિફ્ટ તૂટી પડી હતી 14 માળની બિલ્ડિંગના ચોથા માળે 4 બાળકો લિફ્ટમાંથી બહાર નીકળ્યાની સેકન્ડોમાં એક મોટો ધડાકો થયો હતો. જેમાં લિફ્ટ ચોથા માળેથી છેક નીચે પટકાયા બાદ ફરીથી ઉછળીને ત્રીજા માળે આવી ફંસાઈ ગઇ હતી. અને સદનસીબે ચારેય બાળકો સાથે મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી.

  સમગ્ર ઘટનાથી રંગોલીપાર્કના લોકો થોડીવાર માટે સ્તબ્ધ થઇ ગયા હતા. બીજીતરફ હાઉસીંગના અધિકારીઓ દ્વારા મામલાને ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કરાયો હતો. અને છેક મોડીસાંજે લિફ્ટ ઇન્સપેક્ટરને જાણ કરી હતી. જે અંતર્ગત આજે સ્થાનિકો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને રજૂઆત કરી હતી.

(6:33 pm IST)