Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

કિશને મધરાતે ન કરવાનું કર્યુઃ ખુલ્લા રૂમમાં ઘુસી છાત્રાની બાજુમાં સુઇ જઇ અડપલા કર્યા

એમબીઓનો અભયસ કરતી છાત્રા રૂમ રાખીને રહે છેઃ અડપલાને લીધે જાગી જતાં ચીસ પાડતાં કિશને બથ ભરી જબરદસ્‍તી કરવાની કોશિષ કરીઃ માલવીયાનગર પોલીસને જાણ કરતાં ગુનો નોંધી કડક કાર્યવાહી કરાઇ

રાજકોટ તા. ૨૦: શહેરમાં એક ચોંકાવનારી ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે. એમબીએનો અભ્‍યાસ કરતી બાવીસ વર્ષની છાત્રા રૂમ રાખી બહેનપણી સાથે રહેતી હોઇ ગત રાતે બંને સખી વાતો કરતાં કરતાં ઉંઘી ગઇ હતી. આ વખતે રૂમનો દરવાજો બંધ કરવાનું ભુલાઇ ગયું હોઇ મોડી રાતે આ છાત્રાના શરીરે કોઇ હાથ ફેરવતું હોય તેવું જણાતાં જ તે ગભરાઇને જાગી જતાં  એક શખ્‍સ બાજુમાં સુતલો જોવા મળ્‍યો હતો. તેણે પરાણે બાથ ભીડી જબરદસ્‍તી કરવાની કોશિષ કરતાં આ છાત્રાએ દેકારો મચાવતાં તેની બહેનપણી જાગી ગઇ હતી અને એ શખ્‍સ પકડાઇ જતાં પોલીસને સોંપાયો હતો.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે  ભોગ બનનાર છાત્રાની ફરિયાદ પરથી ઉદયનગર-૬માં રહેતાં કિશન રાજેશભાઇ કુંભારવાડીયા નામના શખ્‍સ વિરૂધ્‍ધ આઇપીસી ૩૫૪ (એ), ૪૫૧ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

છાત્રા રાજકોટમાં પેઇંટ ગેસ્‍ટ તરીકે રહી એમબીએનો અભ્‍યાસ કરે છે. તેણીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું અને મારી બહેનપણી રૂમમાં રાતે દરવાજો ખુલ્લો રાખીને વાતો કરતાં કરતાં સુઇ ગયા હતાં. એ દરમિાયન દરવાજો ખુલ્લો રહી ગયો હતો. રાતે અચાનક મારા શરીરે કોઇ સ્‍પર્શ કરતું હોય તેવુ લાગતાં હું જાગી જતાં બાજુમાં એક શખ્‍સ સુતેલો જોતાં હું ગભરાઇ ગઇ હતી. મેં ઉભા થવા પ્રયાસ કરતાં તેણે મને બથ ભીડી જબરદસ્‍તી કરવાની કોશિષ કરી હતી.

આથી મેં ચીસ પાડતાં મારી બહેનપણી જાગી જતાં તેણે તરત રૂમની લાઇટ ચાલુ કરી હતી. એ વખતે રૂમમાં એક શખ્‍સ જોવા મળ્‍યો હતો. આથી તેણે મને બથમાંથી મુકી દીધી હતી. હું ભાગીને બહાર ગઇ હતી અને અગાસીની દિવાલ કુદી બાજુના ઘરની સીડી ઉતરી નીચે જતી રહી હતી. આ શખ્‍સ કિશન આહિર હોવાની ખબર પડી હતી. તે અવાર-નવાર ગંદી નજરથી સામે જોયા કરતો હતો. રાતે બનાવ અંગે મેં મારી બહેનપણીઓને જાણ કરી હતી. તેમજ મકાન માલિકને પણ ફોન કરી હતી. તેમના પતિ આવી ગયા હતાં.  કરતાં તે આવી ગયા હતાં. મારા મિત્રો પણ આવી ગયા હતાં. શું કરવું તે સમજ પડતી ન હોઇ બાદમાં મારા પિતાને પણ વાત કરી હતી. એ પછી અમે પોલીસ સ્‍ટેશને ગયા હતાં અને ફરિયાદ નોંધાવી હતી.

પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં એએસઆઇ કે. યુ. વાળાએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ કરી હતી.

(2:55 pm IST)