Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

મેથ્‍સ ગુરૂ : નબળા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્‍યાન આપવા ખાસ પ્રોજેકટ

રાજકોટ તા. ૨૦ : ગણિત આમ તો અઘરો લાગતો વિષય છે પણ જો સમજવામાં આવે તો ઘણો સહેલો બની જાય છે. ત્‍યારે અરવિંદભાઇ મણિયાર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા ખાસ ‘મેથ્‍સ ગુરૂ' પ્રોજેકટ શરૂ કરાયો છે. જેમાં ગણિતના નિષ્‍ણાંતો સચોટ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓની મુંજવણ દુર કરે છે.

હાલ અડધો ડઝન જેટલી શાળાઓ આ મેથ્‍સ ગુરૂ પ્રોજેકટની સભ્‍ય બની ચુકી છે. મેથ્‍સના નિષ્‍ણાંતો જે તે શાળાએ જઇને ગણિતના નબળા વિદ્યાર્થીઓને અલગ મેથડથી ગણિતનું બેઝીક શિક્ષણ અપાય છે. વિદ્યાર્થીઓમાં રહેલ ગણિત પ્રત્‍યનો ભય દુર કરવા પ્રયાો કરે છે. શિક્ષકો સાથે પણ વર્કશોપ, મીટીંગ, સેમીનાર યોજી ચર્ચા  કરવામાં આવે છે.

આ પ્રોજેકટ અંતર્ગત વધારેમાં વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જોડવા પ્રયાસ હાથ ધરાયા હોવાનું મેથ્‍સ ગુરૂ હેમેન ભટ્ટની યાદીમાં જણાવાયુ છે.

(2:41 pm IST)