Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

જૈન વિઝન દ્વારા રંગ કસુંબલ ડાયરો યોજાયો

પ્રભુ મહાવીર સ્‍વામી જન્‍મકલ્‍યાણક મહોત્‍સવ અંતર્ગત :કાલે રાત્રે આવો રે આવો મહાવીર નામ લઈએઃ લક્કી ડ્રો યોજાશે

રાજકોટ, તા.૨૦: ભગવાન શ્રી મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક અવસરે રાજકોટ ખાતે સતત અગિયારમા વર્ષે  સમસ્‍ત રાજકોટ જૈન સમાજ અને જૈન વિઝન દ્વારારંગ કસુંબલ ડાયરો'નું અહોભાવ અને ભક્‍તિપૂર્વક શ્રી પ્રમુખ સ્‍વામી ઓડીટોરિયમ હોલ ખાતે યોજાયું હતું.

ગુજરાતના ખ્‍યાતનામ લોક કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્‍યાસ, નીલેશ પંડ્‍યા અને હરિસિંહ સોલંકી વગેરે કલાકારોએ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત  સંશોધિત - સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવેલ.આદરણીય ઝવેરચંદભાઈ મેઘાણી રચિત ચૌદ વર્ષની ચારણ કન્‍યા સાથે જૈન સાધુના જીવન આધારિત રચના રજૂ કરતા હોલનો માહોલ શૌર્ય રસ સાથે ધર્મમય બની ગયેલ.

કાર્યક્રમમાં રાજ્‍ય સભાના સદ્દસ્‍ય રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ,રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ઉદ્ધાટક જૈન અગ્રણી જીતુભાઇ બેનાણી, જામનગર પૂર્વ મેયર બીનાબેન કોઠારી, રાજકોટ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર, જૈન અગ્રણી ચંદ્રકાન્‍તભાઈ શેઠ,પ્રવિણભાઈ કોઠારી,પીનાકીભાઈ મેઘાણી, ગ્રેટર ચેમ્‍બરના ધનસુખભાઈ વોરા,જયેશભાઈ શાહ (સોનમ ક્‍વાર્ટસ),રાજદીપસિંહ જાડેજા (વાવડી), જે એમ જે ગ્રૂપના મયુર્ધ્‍વજ સિંહ જાડેજા, સુમન ઓટામેટીવના , સિદ્ધિ ગ્રુપના પપ્‍પુભાઈ મહેતા, સુરેશભાઈ અજમેરા,જયભાઈ ખારા, જીજ્ઞેશભાઈ વોરા, મનોજભાઈ ડેલીવાળા, મનીષભાઈ દેસાઈ, અજીતભાઈ જૈન, ભરતભાઈ દોશી, ગિરીશભાઈ મહેતા સુનિલભાઈ કોઠારી, નીતિનભાઈ મહેતા,સુશીલભાઈ ગોડા,ગૌરવભાઈ દોશી,  શિરીશભાઈ બાટવીયા, કમલેશભાઈ મોદી, રાકેશભાઈ ડેલીવાળા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં જૈન વિઝન મહિલા વિંગના અમિષાબેન દેસાઈ ,જલ્‍પાબેન પતિરા, સોનમ ક્‍વાટર્સ ના દીપાબેન શાહ, હીનાબેન દોશી સહિતના મહિલા આગેવાનો દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ.  કાર્યક્રમનું સંચાલન હેમલ મહેતાએ કરેલ. કાર્યક્રમમાં આવેલ ભાવિકો માટે લક્કી ડ્રો દ્વારા  જૈન અગ્રણી પ્રફુલભાઈ ધામી દ્વારા ચાંદી અને સુવર્ણ મુદ્રા આપવામાં આવેલ તેમજ ૨૫૦૦ રૂપિયાનું રોકડ પુરસ્‍કાર માતુશ્રી જ્‍યોતિ બેન નયન કુમાર શાહ વેરાવળ વાળા હસ્‍તે ડૉ. હાર્દિક શાહ તરફથી અપાયેલ.

આવતીકાલે પ્રભુ શ્રી મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મોહત્‍સવના મહા પાવન અવસરે જૈન વિઝન દ્વારા સતત ૧૧ માં વર્ષે આવો  રે આવો મહાવીર નામ લઈએ ભક્‍તિ સંગીત કાર્યક્રમનું  આયોજન પ્રમુખ સ્‍વામી ઓડિટરીમમાં રાત્રીના ૮.૩૦ કલાકે કરેલ છે. સમસયર  આવનારને લક્કી ડ્રોના કુપન પણ આપવામાં આવશે

(2:17 pm IST)