Gujarati News

Gujarati News

News of Monday, 20th April 2020

શહેરના વધુ બે વિસ્તારોના ૩૫૦૦ લોકો કલસ્ટર કોરન્ટાઇન

કોઠારીયા રોડની રાજલક્ષ્મી સોસાયટીના ર૭ મકાનો અને ક્રિષ્નજીત સોસાયટીના ૧૦૧ મકાનો કોરન્ટાઇન હેઠળ

રાજકોટ, તા. ર૦ :  શહેરમાં કોરોનાં સંક્રમણ રોકવા જે વિસ્તારમાં પોઝીટીવ કેસ મળ્યા હોય ત્યાં કલસ્ટર કોરન્ટાઇન કરવામાં આવે છે જે અંતર્ગત શહેરનાં જંગલેશ્વર ઉપરાંત કોઠારીયા રોડની બે સોસાયટીઓને કલસ્ટર કોરન્ટાઇન કરવામાં આવી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર વેબસાઇટ ઉપર આરોગ્ય અધિકારીએ જાહેર કરાયેલ રીપોર્ટ મુજબ અગાઉ જંગલેશ્વર વિસ્તારમાં ૭૧૦૮ મકાનોના ૪૧,રર૪ લોકોને કલસ્ટર કોરન્ટાઇન કરી નંખાય છે. આજની સ્થિતિએ જંગલેશ્વરમાં કર્ફયુ નાંખી દેવાયો છે.

જયારે આ વિસ્તારને કારણે બાજુનાં કોઠારીયા રોડ વિસ્તારની રાજલક્ષ્મી સોસાયટી અને ક્રિષ્નજીત સોસાયટીમાં કોરોનાં પોઝીટીવ મળી આવ્યા છે.

આથી રાજલક્ષ્મી સોસાયટીનાં ૬ર૭ મકાનોનાં ૩૦૧ર લોકો ત્થા ક્રિષ્નજીત સોસાયટીના ૧૦૧ મકાનમાં રહેતા ૪૭પ લોકો મળી આ બે વિસ્તારનાં કુલ ૩પ૦૦ લોકો કલસ્ટર કોરન્ટાઇનમાં છે.

આમ આજની સ્થિતિએ જંગલેશ્વર સહિત કુલ ત્રણ વિસ્તારોનાં ૪૪૭૧૧ લોકો કલસ્ટર કોરન્ટાઇનમાં છે.

(3:43 pm IST)