Gujarati News

Gujarati News

News of Monday, 20th April 2020

મારા છુટાછેડા થઇ ગયા છે, મારી પાસે ગાડી છે, બંગલો છે, અઢળક સંપતિ છે...લગ્નની લાલચ આપી દવાના વણિક વેપારીનો શિક્ષીકા પર બળાત્કાર

પોતાના જ જોડીયા પુત્રોને ભણાવતી શિક્ષીકાને જાળમાં ફસાવી સર્વસ્વ લૂંટી લીધું...છેલ્લે ધમકી દઇ તરછોડી દીધીઃ વાત પોલીસ સુધી પહોંચતા ગુનો નોંધાયોઃ ભુતખાના ચોકની ઓફિસ અને શિક્ષીકાના ઘરે જઇ વારંવાર શરીર સંબંધ બાંધ્યાઃ શિક્ષીકાએ પહેલા તો લગ્નની ના પાડી, પણ તેણીના ઘરે ખબર પડી જતાં દિવ્યેશ જાટકીયાને લગ્ન કરી લેવાનું કહેતાં તેણે કહ્યું-બધુ ભુલી જા, આ શકય નથી!: આરોપીને શોધતી પોલીસઃ પિતા જેવડી ઉમરના વેપારી પર આંધળો વિશ્વાસ કરનાર ૨૯ વર્ષિય શિક્ષીકા કેવી રીતે ફસાઇ તેની કથની

રાજકોટ તા. ૨૦: 'મારી ઘરવાળી સાથે મારે છુટાછેડા થઇ ગયા છે, તારા પરિવારનો સ્વભાવ ખુબ સારો છે એટલે તું મને ખુબ ગમે છે, મારે તારી સાથે લગ્ન કરાવ છે...હું સોૈરાષ્ટ્ર કચ્છ ગુજરાતનો દવાનો મોટો વેપારી છું, મારી પાસે ગાડી છે, બંગલો છે, અઢળક સંપતિ છે, કંઇ ઘટે તેમ નથી...તને જિંદગીમાં કોઇ તકલીફ પડવા નહિ દઉ'...તેવી વાતો  શહેરના ભુતખાના ચોકમાં દવાની એજન્સી ધરાવતાં બે જોડીયા પુત્રના પિતા વણિક વેપારીએ પોતાના બાળકોને ભણાવતી ૨૯ વર્ષિય શિક્ષીકા સમક્ષ કરી લગ્નની લાલચ આપી પોતાની ભુતખાના ચોકની ઓફિસમાં તેમજ શિક્ષીકાની ઘરે જઇ અવાર-નવાર બળાત્કાર ગુજારી લેતાં અને છેલ્લે શિક્ષીકાના ઘરે ખબર પડી જતાં તેણીએ લગ્ન કરી લેવાનું કહેતાં આ વેપારીએ મારા કયાં છુટાછેડા થયા છે, આ શકય જ નથી, જ્ઞાતિનો પ્રોબ્લેમ ઉભો થશે...તું બધુ ભુલી જજે, નહિ ભુલે તો જિંદગીમાં જીવવા જેવી નહિ રહેવા દઉં...તેવી ધમકી આપી તરછોડી દેતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

ભકિતનગર પોલીસે આ બારામાં બળાત્કાર, ધમકી, એટ્રોસીટી એકટ હેઠળ  ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજઅ ાદી છે. ભોગ બનેલા શિક્ષીકાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને અગિયાર વર્ષથી શિક્ષીકા તરીકે નોકરી કરુ છું. મારા પિતાજી હયાત નથી.  બે વર્ષ પહેલા હું છઠ્ઠા ધોરણના છાત્રોને ભણાવતી હતી ત્યારે અમારા વર્ગમાં બે જોડીયા બાળકો હતાં. આ બંને ભાઇઓના પિતા દિવ્યેશ નટવરલાલ જાટકીયા તથા તેના પત્નિ સાથે મારો પરિચય વાલી મિટીંગને કારણે થયો હતો. તેના બાળકો અભ્યાસમાં નબળા હોઇ જેથી તેના માતા-પિતા બંનેને મારા ઘરે હોમકર્વ કરાવવા મોકલતાં હતાં. બંનેને તેડવા મુકવા તેના પિતા દિવ્યેશ જાટકીયા આવતાં હોઇ જેથી અમારે ઓળખાણ થઇ હતી અને એકબીજાના ઘરે આવ-જા શરૂ થઇ હતી. મારા પરિવારજનો પણ દિવ્યેશભાઇને સારી નજરે જોતા હતાં. એકાદ વર્ષ પહેલા હું સ્કૂલથી ઘરે જતી હતી ત્યારે અમીન માર્ગ પર દિવ્યેશભાઇ જાકટીયા કે જે વણિક જ્ઞાતિના છે તે મળ્યા હતાં. તેઓ રવ્પિાર્ક સોસાયટી પ્રેમ મંદિર પાછળ સમર્પણ મકાનમાં રહે છે. તેણે મને ઉભી રાખી વાત કરી હતી અને કહેલ કે તારા પરિવારના માણસો ખુબ સંસ્કારી છે જેથી તું મને ખુબ ગમે છે. મેં મારી પત્નિ સાથે છુટાછેડા લઇ લીધા છે અને તારી સાથે મારે લગ્ન કરવા છે તેવી વાત કરતાં મેં તેને કહેલ કે આ શકય નથી. હું તો તમારી દિકરી સમાન છું, અમારી જ્ઞાતિ પણ અલગ છે અને ઉમરમાં ઘણો તફાવત છે. ત્યારે તેણે કહેલુ કે લગ્નમાં ઉમર, જ્ઞાતિ ન જોવાય.

આ પછી બે ત્રણ દિવસ બાદ ફરીથી એ જ જગ્યાએ તે મળેલ અને કહેલું કે હું જ્ઞાતિ કે ઉમર જોતો નથી, હું તને પત્નિ જેટલુ સ્થાન આપીશ તેમ કહી મને વિચારવાનું કહી તે જતા રહેલ. એ પછી મોબાઇલ ફોન પર અમારે વાતચીત થતી અને ચેટીંગ કરતાં હતાં. રજાના દિવસોમાં તે મને કારમાં બેસાડી લોંગ ડ્રાઇવમાં લઇ જતાં હતાં. ત્યારે પણ લગ્નની વાત કરતા હતાં. પણ મેં ના પાડી હતી. તેણે મને તેની ભુતખાના ચોકમાં રાજૂ કલર લેબ ઉપર આવેલી અરિહંત ડિસ્ટ્રીબ્યુટર નામની ઓફિસે મળવા આવવાનું અને ત્યાં લગ્નની ચર્ચા કરશું તેવી વાત કરતાં એક દિવસ તેની ઓફિસે અમે મળ્યા હતાં. ત્યારે લગ્નની ચર્ચા થઇ હતી. તે વખતે તેણે કહેલુ કે મેં મારી ઘરવાળી સાથે છુટાછેડા લઇ લીધા છે. હવે લગ્નમાં કોઇ પ્રોબ્લેમ નથી. ત્યારે પણ મેં લગ્નની ના પાડતાં તેણે કહેલું કે મારી પાસે અઢળક સંપતિ છે, કંઇ ઘટે તેમ નથી. સોૈરાષ્ટ્ર કચ્છ, ગુજરાતનો દવાનો હું હોલસેલ વેપારી છું. મારી પાસે ગાડી છે, બંગલા છે, ખુબ સંપતિ છે...તને સુખ સાહ્યબીથી રાખીશ, કંઇ ઘટવા નહિ દઉં, જિંદગીમાં કોઇ તકલીફ પડવા નહિ દઉં. તું મારી સાથે લગ્ન કરી લે તેમ તેણે કહ્યું હતું. મેં ત્યારે પણ કહેલુ કે લગ્નની વાત કદી ન કરતાં. આ વખતે તેણે પરાણે મારી સાથે શરીર સંબંધ બાંધી લેતાં મને અજુગતુ લાગતાં હું નીકળી ગઇ હતી. એ પછી તેણે મને મોબાઇલ ફોન અને સીમકાર્ડ ગિફટમાં આપ્યા હતાં.

ત્યારબાદ બે ચા દિવસ પછી અમીન માર્ગ પર તે કારમાં આવ્યા હતાં અને મને રોકી કારમાં બેસાડી ઓફિસે લઇ ગયા હતાં. ફરીથી થેણે લગ્ન તો કરવા જ પડશે તેમ કહી સંપતિની લાલચ આપી હતી અને અડપલા કર્યા હતાં. મેં ના પાડતાં તેણે કહેલુ આ બધુ કોમન છે, તું ચિંતા ન કર...પછી તેણે કહેલુ કે હું તારા માટે બધુ કરવા તૈયાર છું. તારા ઘરના માણસોને આપણા સંબંધની જાણ થશે તો રાજ્ય બહાર ભાગી જઇશું, કોઇ શોધી શકશે નહિ...તેવો વિશ્વાસ આપ્યો હતો. એ પછી ચારેક દિવસ બાદ દિવ્યેશ જાટકીયા મારા ઘરે આવેલા. ત્યારે ઘરના સભ્યો ન હોઇ અહિ એકલતાનો લાભ ઉઠાવી ફરીથી બળજબરીથી સંબંધ બાંધ્યો હતો. ત્યારપછી અવાર-નવાર તેણે મારા ઘરે તથા તેની ઓફિસે બોલાવી શરીર સંબંધ બાંધેલ હતો. ૧૫/૧/૨૦ના રોજ તેની ઓફિસમાં ફરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ઘરના સભ્યોને જાણ થઇ જતાં મેં દિવ્યેશભાઇને લગ્ ની વાત કરતાં તેણે હાલ શું ઉતાવળ છે, કરી નાંખશું તેમ કહી સમય પસાર કરવા મારો ઉપયોગ કરતાં હતાં.

ત્યારબાદ દિવ્યેશ જાટકીયાને મેં શરીર સંબંધ બાંધવાની ના પાડતાં તેણે ફરીથી લગ્નની વાત કરી હતી અને જો વાત નહિ માને તો આવવા-જવાનો રસ્તો બંધ કરાવી દેશે. દુનિયા છોડાવી દઇશ, તારા પરિવારનું પણ વિચારી લેજે...હું રાજકીય લાગવગ ધરાવુ છું. મારી પાસે ગૂંડા છે અને પોલીસ પણ છે. હું વાણીયો વેપારી છું, પારી પાસે દુનિયાનો રૂપિયો છે, કંઇ ખબર નહિ પડે, ધારું તે કરી લઉ તેમ કહી ધમકી દીધી હતી.

મારા ઘરના સભ્યોને અમારા સંબંધની જાણ થઇ જતાં મેં તેને લગ્નની વાત કરતાં તેણે કહેલ કે તારી સાથે લગ્ન કરું તો મારી પત્નિનું શું? મેં હજુ છુટાછેડા નથી લીધા. આથી મેં કહેલું કે તો એક વર્ષ સુધી તમે શરીર સંબંધ બાંધવા જ લગ્નની વાતો કરી હતી ને? તેણે લગ્નની ના પાડી દઇ કહેલ કે અમારો સમાજ તને સ્વીકારશે નહિ, જ્ઞાતિનો પ્રોબ્લેમ રહેશે. આ પછી મારા પરિવારના લોકોએ પણ મને મેણાટોણા ચાલુ કર્યા હતાં. ૧૬/૪/૨૦ના રાતે મેં દિવ્યેશ જાટકીયાને ફોન કરી મને મારા ઘરમાં પડી રહેલી મુશ્કેલીઓની જાણ કરતાં તેણે કહેલું કે આપણી વચ્ચે જે થયું છે એ તું ઘુલી જા, મારા ઘરે ખબર પડશે તો ખુબ પ્રોબ્લેમ થશે. આપણે મિટીંગ કરી સમાધાન કર લઇશું. તેમ કહી લગ્નની ના પાડી દીધી હતી.

આમ તેણે પોતાની પત્નિ સાથે છુટાછેડા લઇ લીધા છે, લગ્ન કરી લેશે...પત્નિની જેમ સાચવશે તેવા વચનો આપી અવાર-નવાર મારા ઘરે, તેમની ઓફિસે શરીર સંબંધ બાંધી લીધા હોઇ મેં માલવીયાનગર પોલીસ મથકમાં અરજી કરી હતી. હવે તેના આધારે ભકિતનગર પોલીસે મારી ફરિયાદ નોંધી છે. તેમ શિક્ષીકાએ વધુમાં ફરિયાદમાં જણાવતાં   પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધ્યો છે. એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરીમાં વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:58 am IST)