Gujarati News

Gujarati News

News of Monday, 20th April 2020

આજથી રાજકોટ શહેર-જીલ્લામાં ઓન લાઇન પાસ વ્યવસ્થા

ગાઇડ લાઇન માટે બે હેલ્પ લાઇન નંબર પણ કાર્યરત...

રાજકોટ તા. ર૦ :.. કલેકટરની યાદી જણાવે છે કે, કોરોના વાઇરસના લીધે ભારત સરકારના ગૃહ મંત્રાલયના નોટીફીકેશન દ્વારા જાહેર થયેલ લોક ડાઉનમાંથી જીવન જરૂરીયાત વસ્તુઓના પરિવહન કે તેના વેચાણ કે ઉત્પાદન સાથે સંકળાયેલ દુકાનદાર, પેઢી, કંપનીને તથા અન્ય બાબતોને મુકિત આપવામાં આવેલ છે. આ સંદર્ભે મુકિત માટે ઇ-પરમીશન મેળવવાની થાય છે. કોઇ વ્યકિત-પેઢી-કંપનીએ ઇ-પરમીશન મેળવવા માટે રાજકોટ જિલ્લાની ઇ-પરમશીન માટેની વેબસાઇટ www.covid19rajkot.com મારફત  ઓન લાઇન અરજી કરવાની રહેશે. અને નિયત કરવામાં આવેલ ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે. સદરહું વેબસાઇટ માં અરજી કરવાની પધ્ધતી વિશે ગાઇડ લાઇન આપવામાં આવેલ છે. તથા વધુ  માહિતી માટે ટેકનીકલ હેલ્પલાઇન નંબર ૦ર૮૧ - ર૪પ૦૭૭૭ તથા ૦ર૮૧-ર૪૭ર૪રપ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૩૦ દરમ્યાન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન નંબર ફકત ઓનલાઇન ઇ-પરમીશન માટે શરૂ કરવામાં આવેલ છે.

(11:17 am IST)