Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

રાજકોટની રણછોડદાસજી બાપુ હોસ્પિટલમાં એક વર્ષમાં બાવન હજારથી વધુ ઓપરેશનો થયા

રણછોડદાસજીબાપુનો જીવન સંદેશ હતો 'મુજે ભુલ જાના, પર નેત્રયજ્ઞ કો નહિં ભુલના'

રાજકોટ, તા.૨૦: શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા એપ્રિલ-૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ સુધીમાં એટલે કે એક વર્ષમાં પ૨,૨પપ (બાવન હજાર બસો પંચાવન) આંખના મોતીયાનાં ઓપરેશન કરી લોકોને દિવ્ય ગુરૂદ્રષ્ટિ આપવામાં આવી.

શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા પ.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં જીવન સંદેશ 'મુઝે ભૂલ જાના, પર નેત્રયજ્ઞ કો નહિ ભૂલનાં'ને ચરિતાર્થ કરી તમામ દર્દી ભગવાને નેત્રમણી પણ વિના મૂલ્યે આરોપણ કરી અપાયા છે. એક પણ રૂપિયો લીધા વગર ઓપરેશન કરી અપાય છે.

રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા એક વર્ષમાં રેકોર્ડ બ્રેક, પ૨,૨૫૫ આંખના મોતીયાનાં ઓપરેશન કરી ગુજરાત રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોનાં ગરીબ અને જરૂરીયાતમંદ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટ્રી આપવામાં આવી છે. તેની સારવાર આંકડાકીય માહિતી આ પ્રમાણે છે.

એપ્રિલ-૨૦૧૮માં ૨૭૦૩ ઓપરેશન, મે-૨૦૧૮માં ૨૮૨૯ ઓપરેશન, જુન-૨૦૧૮માં ૨૭૩૭ ઓપરેશન, જુલાઇ-૨૦૧૮માં ૩૩૨૭, ઓગષ્ટ-૨૦૧૮માં ૩૪૨૯, સપ્ટેમ્બર-૨૦૧૮માં ૩૬૩૯, ઓકટોબર-૨૦૧૮માં ૩૮૫૦, નવેમ્બર-૨૦૧૮માં ૩૭૫૦, ડીસેમ્બર-૨૦૧૮માં ૬૬૩૩, જાન્યુઆરી-૨૦૧૯માં ૭૦૦૮, ફેબ્રુઆરી-૨૦૧૯માં ૫૭૮૫, માર્ચ-૨૦૧૯માં ૬૫૬૫ એમ કુલ પ૨,૨૫૫ (બાવન હજાર બસો પંચાવન) ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવ્યા.

તમામ દર્દી ભગવાનને ગુજરાત રાજયનાં જે-તે કેમ્પનાં સ્થળેથી હોસ્પિટલની બસ દ્વારા અહિંયા વિનામૂલ્યે જ લઇ આવવામાં આવે છે, તથા દર્દી ભગવાનને તમામ પ્રકારની સુવિધા અહીંયા આપવામાં આવે છે, તેઓને ૪ વખત જમવાનું ૬ વખત ચા, ૨ વખત નાસ્તો તથા શુધ્ધ ઘીનો શીરો આપવામાં આવે છે. પ.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ 'દર્દી સાક્ષાત નારાયણ સ્વરૂપ છે' માટે તેમની દરરોજ   આરતી ઉતારવામાં આવે છે. તેમની સેવા કરવામાં આવે છે. તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આવેલ દર્દીઓને ૨૦,૦૦૦ જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવેલ હતું.

વધુ માહિતી માટે શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ મો.૯૮૭૯૭ ૩૪૧૭૮, ૯૫૮૬૩ ૦૮૧૭૮ ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:02 pm IST)
  • વિવાદીત મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ પગલા નથી લેવાયાઃ ચુંટણી અધી.ની કામગીરીથી ચુંટણી પંચ નારાજ ખુલાશો માંગ્યો access_time 4:00 pm IST

  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST