Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

હત્યા કેસના આરોપીના પુત્રના એડમિશન બાબતે આરોપીના વચગાળાના જામીન મંજૂર

રાજકોટ, તા. ર૦ : સગીર બાળકને આઇ.ટી.ઇ. પ્રવેશ એડમિશન કાર્યવાહી કરવા અંગે હત્યાના આરોપીને વચગાળાની જામીન પર છોડવાનો અદાલતે હુકમ કર્યો હતો.

આજથી ૩ વર્ષ પહેલા ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ફોટોગ્રાફર ગુજરનાર બીપીનભાઇનું કાલાવડ રણુજા મંદિર પાસેથી અપહરણ કરી જામનગર રોડ પર ગાડીમાં લાવી બેસાડીને મોરબી રોડ પર આવેલ સોસાયટીમાં પારકી સ્ત્રી પાસે પરાણે દુષ્કર્મ કરાવી વીડીયો ઉતારી ફોટા પાડી બ્લેકમેલ કરી રૂ. ૩,૦૦,૦૦૦/- જેટલી રકમની માંગણી કરી ગુજરનારને ન આપતા ગાડીમાંં બળજબરીપૂર્વક બેસાડી લઇ જઇ બાબરા પાસે આવેલ સીમમાં ગળુ દબાવી મારી નાખી લાશ સીમમાં ફેંકી દીધેલ જે અંગે બાબરા પોલીસે અજાણ્યા માણસ વિરૂદ્ધ ફરીયાદ કરતા ગુજરનારના પત્નિી રેખાબેને આરોપી ગોપાલ લાલજી વાળા વિરૂદ્ધ ફરીયાદ કરતા પોલીસે ધરપકડ કરેલ હતી.

આ કામના આરોપીના સગીર પુત્રને પ્રાથમિક શાળાના એડમિશન લેવાનું હોય ગુજરાત રાજયના નિયમ મુજબ આઇ.ટી.ઇ. એડમિશન બાબતે અરજી કાર્યવાહી કરવાની હોય જેથી જામીન પર છોડવા અરજી કરતા અદાલતે બાળકના ભવિષ્યનું ધ્યાન લઇ માનવતા રાખી આરોપીને દિવસ-૧૦ના વચગાળાની જામીન પર છોડવા અદાલતે હુકમ કર્યો હતો.

આ કામમાં એડવોકેટ શ્રી રોહિતભાઇ બી. ઘીઆ તથા મદદનીશ તરીકે રાહુલ બી. સોરીયા રોકાયેલ હતાં.

(3:47 pm IST)