Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

યુનિવર્સિટીમાં મહિલાઓ માટે માર્ગદર્શન સેમીનાર

રાજકોટઃ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત ફિટનેસ એન્ડ ફ્રેશનેસ સેન્ટર ફોર વિમેન્સ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યને અનુલક્ષીને એક સેમીનારનું આયોજન કરેલ હતું. સેમીનારમાં મહિલાઓના સ્વાસ્થ્યને અનુલક્ષીને એક વકતવ્ય અને પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવેલ હતું. સેમીનારમાં રાજકોટ શહેરના ગાયનેકોલોજીસ્ટ એમ.ડી. ડો. પૂર્વીબેન અઘેરાએ અત્યંત સરળ શૈલીમાં મહિલાઓને મુંઝવતા શારીરિક, માનસિક તથા સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો સંબંધે પ્રવચન આપ્યુ હતુ. પ્રવચન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોએ પ્રશ્નોત્તરી કરી પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવ્યું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત હોમ સાયન્સ ભવનના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ડો. નિલાંબરીબેન દવેએ પ્રસંગોચિત પ્રવચન આપી બહેનોનું માર્ગદર્શન કર્યુ હતું. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કર્મચારી બહેનો, વિદ્યાર્થીની, અધ્યાપક ગણ, ટીચીંગ-નોનટીચીંગ કર્મચારી બહેનો તથા બહારની બહેનો એમ કુલ ૧૫૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ફિટનેસ એન્ડ ફ્રેશનેસ સેન્ટર ફોર વિમેન્સના કો-ઓર્ડિનેટર ડો. આરતીબેન એસ. ઓઝા તથા કર્મચારી લાખાણી પૂર્વી, જોશી રીનાબેન, બાલધા ચંદ્રીકાબેન, કિડિયા મનીષાબેન, નિરંજની સોનલબેને પરિશ્રમ કરેલ હતો.

(3:45 pm IST)