Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

યુ. એસ. ફુડસવાળા ઉમેશ ભટ્ટી સામે ચેક રીર્ટનની ફરિયાદ થતાં સમન્સ

રાજકોટ, તા.૨૦:  યુ.એસ. ફુડસવાળા ઉમેશભટ્ટી ઉપર ચેક રીર્ટનની ફરિયાદ થતા કોર્ટમાં હાજર થવા હુકમ કરીને સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કેસની હકીકત ટુંકમાં એવી છે કે, આ કેસના ફરિયાદી પ્રકાશકુમાર ભીખાલાલ માનસેતા અને ઉમેશ ભટ્ટીને ધંધામાં ખાંડની જરૂરીયાત રહેતી હોય ફરિયાદીની પેઢીમાંથી ખાંડની ખરીદી કરતા ફરિયાદી ઉધાર માલ આપતા અને ફરિયાદીએ ધંધાકીય ચોપડાઓમાં ઉમેશ ભટ્ટીનું ખાતુ રાખતા હતા.

આરોપી ઉમેશભટ્ટી એ ફરિયાદી પ્રકાશ ભીખાલાલ માનસેતા પાસેથી ૬૦ કટા ખાંડની ખરીદી કરેલ જેની કુલ રકમ રૂ. ૧,૨૦,૦૦૦/-(અંકે રૂપીયા એક લાખ વીસ હજાર) હતી.

આરોપીએ ખાંડની ખરીદી પેટે ભારતીય સ્ટેટ બેંકનો રૂ. ૧,૨૦,૦૦૦/-નો ચેક ફરિયાદીને આપેલ ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં નાખવા ''રીફર ટુ ડ્રોવર''ના શેરા સાથે પરત ફરેલ. જેથી ફરિયાદીએ આરોપી ઉમેશ ભટ્ટીને લીગલ નોટિસ આપેલ જેનો જવાબ આપેલ નહી. જેથી ફરિયાદી માનસેતા એ આરોપી યુ.એસ. ફુડસવાળા ઉમેશ ભટ્ટી વિરુધ્ધ નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૭ મુજબની ફરિયાદ કરતા કોર્ટ આરોપીને હાજર થવા સમન્સ કરેલ છે.

આ કામના ફરિયાદી પ્રકાશકુમાર ભીખાલાલ માનસતા વતી રાજકોટના એડવોકેટ શ્રી દિલીપ જોશી, ધમેશ ભટૂ, ડી.ડી. મહેતા, ભુપેશ પરમાર, અકરમ એ. બેલીમ, ચિરાગ કકકડ અને રીધ્ધીશાબેન રત્નેશ્વર રોકાયેલ છે.

(4:48 pm IST)